એક, બે, ત્રણ, ચાર, પાંચ... પગવાળું ઘેટું

17 October, 2021 12:30 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

જોઈને બધા જ આશ્ચર્યમાં પડી ગયા કે ઘેટાના આ બચ્ચાને માથાના પાછળના ભાગમાંથી એક આખો નવો પગ ઊગી રહ્યો છે

પાંચ પગવાળું ઘેટું

ઑસ્ટ્રેલિયાનો એક પશુપાલક ભારે વિમાસણમાં પડી ગયો છે. પેઢીઓથી ઘેટાં ઉછેરતા એ પશુપાલકને ત્યાં એક વિશિષ્ટ ઘેટું અવતરતાં તેનું મન રોમાંચિત થઈ ગયું છે.

દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં રહેતા ખેડૂત અને પશુપાલક સૅમ ક્રુશનર તેના પરિવાર સાથે પોતાના પશુવાડામાં પેઢીઓથી ઘેટાંનો ઉછેર કરે છે. થોડાં જ અઠવાડિયાં પહેલાં સૅમના પિતાએ નોંધ્યું કે તેમના પશુવાડામાં તાજા જ જન્મેલા ઘેટાનાં કેટલાંક બચ્ચાંમાંથી એક બચ્ચાને પાંચમો પગ ઊગી રહ્યો છે. એ જોઈને બધા જ આશ્ચર્યમાં પડી ગયા કે ઘેટાના આ બચ્ચાને માથાના પાછળના ભાગમાંથી એક આખો નવો પગ ઊગી રહ્યો છે. પગમાં પણ ઘૂંટણ, હાડકાં બધું જ સ્પષ્ટ તરી આવ્યું છે એટલું જ નહીં, પગ તળેની ખરી - ટાપ પણ ઊગી આવી છે.

નિષ્ણાતોને પૂછતાં તેમણે કહ્યું હતું કે બે લાખમાંથી એકાદ પશુ આવી સ્થિતિ સાથે જન્મે છે. સૅમ અને તેના પરિવારે આ ઘેટાને પશુવાડામાં નહીં પણ ઘરમાં પાલતુ પેટ તરીકે ઉછેરવાનો નિર્ણય કર્યો છે.

offbeat news international news australia