કોરોનાના શકંજામાં સપડાયું એક વૃદ્ધનું શબ, 48 કલાક રાખ્યું ફ્રીઝરમાં

02 July, 2020 04:21 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના શકંજામાં સપડાયું એક વૃદ્ધનું શબ, 48 કલાક રાખ્યું ફ્રીઝરમાં

પ્રતીકાત્મક તસવીર

સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાને કારણે જજૂમી રહેલી 71 વર્ષના આ વ્યક્તિનું મધ્ય કોલકત્તાના રાજારામમોહન રૉય સરાની વિસ્તારમાં સ્થિત ઘરમાં સોમવારે મૃત્યુ થયું. જેને ડૉક્ટર પાસે સોમવારે બતાવવા લઈ ગયા હતા અને તેમણે કોરોના વાયરસની તપાસ કરાવવાનું કહેવામાં આવ્યું હતું અને તેમણે ટેસ્ટ કરાવી પણ હતી.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં કોરોનાવાયરસને કારણે મૃત્યુ પામેલા વૃદ્ધ દર્દીને દફન કરવા માટે અધિકારીઓ તરફથી કોઇ મદદ ન મળતાં પરિવારને તેમનું શબ ઓછામાં ઓછા 48 કલાક ફ્રીઝરમાં રાખવું પડ્યું. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે શ્વાસ લેવામાં મુશ્કેલી સામે લડતી 71ની વયની વ્યક્તિનું મધ્ય કોલકત્તાના રાજારામમોહન રૉ સરાની વિસ્તારમાં સ્થિત તેના ઘરે જ સોમવારે મૃત્યુ થઈ ગયું. જેને ડૉક્ટર પાસે સોમવારે બતાવવા લઈ ગયા હતા અને તેમણે કોરોના વાયરસની તપાસ કરાવવાનું કહેવામાં આવ્યું હતું અને તેમણે ટેસ્ટ કરાવી પણ હતી.

પરિવારના સભ્યએ જણાવ્યું કે પણ ઘરે પાછાં આવતાં તેમની સ્થિતિ બગડી અને બપોરે તેમનું નિધન થઈ ગયું.

પરિવારના એક સભ્ય પ્રમાણે સૂચના મળતા સંબંધિત ડૉક્ટર પીપીઇ કિટમાં તેના ઘરે ગયા પણ તેણે એ કહેતા મૃત્યુ પ્રમાણપત્ર ન આપ્યું કે આ કોવિડ-19નો કેસ છે અને તેણે પરિવારના લોકોને અહમર્સ્ટ થાણે સંપર્ક કરવાની સલાહ આપી.

પોલીસે પરિવારને સ્થાનિક પાર્ષદને સંપર્ક કરવાનું કહ્યું. પરિવારના સભ્યએ જણાવ્યું કે, "ત્યાં પણ અમને કોઇ મદદ ન મળી અને અમારે રાજ્ય,સ્વાસ્થ્ય વિભાગને સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું." પરિવારના અન્ય સભ્યએ કહ્યું કે અમે હેલ્પલાઇન નંબર પર સ્વાસ્થ્ય વિભાગને પણ કૉલ કર્યો પણ કોઇએ કંઇ જવાબ ન આપ્યો. ત્યારે પરિવારે અનેક મુર્દાઘરોનો સંપર્ક કર્યો, પણ ત્યાંથી પણ મદદ ન મળી. પછી પરિવારે અંતિમ સંસ્કાર સુધી મૃતદેહને રાખવા માટે ફ્રીઝરની જોગવાઈ કરી.

વૃદ્ધની ટેસ્ટ રિપોર્ટ મંગળવારે આવી હતી અને કોવિડ-19 પૉઝિટીવ આવ્યું હતું. બુધવારે પરિવારે સ્વાસ્થ્ય વિભાગનો કૉલ આવ્યો ત્યારે તેમને બધી વાત જણાવી. પછી કોલકત્તા નગર નિગમના લોકો આવ્યા અને શબને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા.

west bengal national news kolkata offbeat news