EDએ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત 3 ચિમ્પાન્ઝી, 4 વાંદરા કર્યા સીઝ !

23 September, 2019 05:52 PM IST  |  કોલકાતા

EDએ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત 3 ચિમ્પાન્ઝી, 4 વાંદરા કર્યા સીઝ !

પ્રતીકાત્મક તસવીર

પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડીએ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાત ત્રણ ચિમ્પાઝી અને ચાર મર્મોસેટ એટલે કે નાના વાંદરાને એટેચ કર્યા છે. આ વાંદરા દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. આ આખો કેસ પ્રાણીઓની તસ્કરી અંગેનો છે.

કોલકાતા પોલીસે સુપ્રદીપ ગુહા નામના વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ લોકલ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે સુપ્રદીપ ગુહા પાસે પ્રતિબંધિત જંગલી પ્રાણીઓ છે અને તે તેમની તસ્કરી કરી રહ્યો છે. વન અને અન્ય જીવ વિભાગે પણ સુપ્રદીપ ગુહા વિરુદ્ધ છેતરપિંડીનો મામલો નોંધ્યો છે, જેમાં આરોપ લગાવાયો છે કે ગુહાએ બોગસ દસ્તાવેજો દ્વારા પ્રતિબંધિત પક્ષીઓની તસ્કરી કરવાની કોશિશ કરી. આ તમામ દસ્તાવેજો વાઈલ્ડ લાઈફ તરફથી જાહેર કરવામાં આવ્યા હતા.

તપાસમાં ખુલાસો થયો કે ગુહા એક ચાલાક ચોર છે, જે બોગસ દસ્તાવેજો દ્વારા પ્રાણીઓની તસ્કરી કરે છે અને આ જ દસ્તાવેજો દ્વારા કસ્ટમ વિભાગ તેમ જ વન અને વન્ય જીવ વિભાગને છેતરવાની કોશિશ કરી રહ્યો હતો. સુપ્રદીપે કસ્ટમ વિભાગ અને વન તેમજ વન્ય જીવ વિભાગને આ પ્રકારની માહિતી આપી છે. એટલું જ નહીં જપ્ત કરેલા ત્રણેય ચિમ્પાઝી ભારતમાં જ જન્મ્યા હોવાના તેમજ અન્ય બોગલ દસ્તાવેજ દર્શાવ્યા છે.

આ પણ વાંચોઃ સાપ સાથે કરતો હતો મસ્તી, સાપને આવ્યો ગુસ્સો અને... જુઓ વીડિયો

આ કેસ વાઈલ્ડ લાઈફ સાથે જોડાયેલો હતો અને જાનવરોની તસ્કરી દ્વારા બિઝનેસ કરાતો હતો. પરિણામે તપાસ ઈડીને સોંપાઈ હતી. ઈડીએ મની લોન્ડ્રિંગ અંતર્ગત મામલો નોંધીને ત્રણ ચિમ્પાઝી અને ચાર મર્મોસેટના એટેચ કર્યા છે. એટેચ કરાયેલા ત્રણેય પ્રાણીઓની સંખ્યા 81 લાખ રૂપિયા છે. એક ચિમ્પાઝીની કિંમત લગભગ 25 લાખ રૂપિયા અને એક મર્મોસેટની કિંમત 1.50 લાખ રૂપિયા છે. ઈડીએ આ તમામ પ્રાણીઓને હાલ અલીપોરના પ્રાણી સંગ્રહાલયમાં રાખ્યા છે, જેથી તેમની સંભાળ રાખી શકાય.

offbeat news hatke news national news