કમાલની કલાકારી : આ બહેન બન્ને હાથે એક સાથે દોરે છે અલગ-અલગ ચિત્રો

04 April, 2019 08:34 AM IST  | 

કમાલની કલાકારી : આ બહેન બન્ને હાથે એક સાથે દોરે છે અલગ-અલગ ચિત્રો

અદ્દલ ફોટા જેવા બનાવે છે પેઈન્ટિંગ

એકદમ રિયલ ફોટોગ્રાફ જેવા જ લાગે એવાં ચિત્રો દોરવાની કળા તો દુનિયામાં ઘણા કલાકારો પાસે હશે. રાજસેના વાન ડૅમ નામની ડચ આર્ટિસ્ટ પણ એમાંની એક છે. જસ્ટ ૨૫ વર્ષની આ કન્યાએ કેટલાક સેલિબ્રિટીઝના પૉટ્ર્રેટ એટલી બખૂબી બારીકીથી દોયાર઼્ છે કે એ ઓરિજિનલ ફોટોગ્રાફને પણ માત આપે છે. ક્યારેક મોટાં ચિત્રો દોરવાનાં હોય ત્યારે એક ચિત્ર પૂરું કરતાં તેને ૫૦૦ કલાક લાગી જાય છે ને નાનાં ચિત્રો તો તે રમતાં-રમતાં દોરી નાખે છે.

સિંગર જસ્ટિન બીબરે રાજસેનાને સામેથી રિક્વેસ્ટ કરીને તેની પાસે પોતાનું ચિત્ર દોરાવડાવ્યું હતું. જોકે રાજસેનાની ખાસિયત માત્ર હૂબહૂ ફોટોગ્રાફી જેવી પેઇન્ટિંગ કળા જ નથી. તેની ખાસિયત છે બન્ને હાથે ચિત્રો દોરવાની કળા. એ પણ એક જ સમયે. મતલબ કે બન્ને હાથમાં જુદા-જુદા રંગની પેન્સિલ્સ સાથે તે બે જુદાં-જુદાં પાત્રોની તસવીરો દોરી શકે છે. 

આ પણ વાંચોઃ ઍમોનિયા વાયુનું પ્રદૂષણ ઘટાડવા હવે ગાયને ટૉઇલેટ વાપરતાં શીખવાય છે

સામાન્ય રીતે વારાફરતી બે હાથે લખતા કે ચિત્ર દોરતા આવડવું હજી સંભવ છે, પરંતુ એ માટે બન્ને બાજુના મગજને ટ્રેઇન કરવું પડે છે. જોકે એક સાથે બન્ને હાથે ચિત્રો દોરવા માટે મગજની ક્ષમતા વિશિષ્ટ હોય એ જરૂરી છે. બન્ને હાથે અલગ-અલગ ચિત્રો દોરવા માટે મગજમાં એક સાથે બે ચિત્રોનું વિઝ્યુઅલાઇઝેશન ચાલવું અને એક જ સમયે બન્ને હાથને અલગ-અલગ રીતે સ્ટ્રોક મારવા માટે ટ્રેઇન કરવા એ ખરેખર અદ્ભુત, અવિશ્વસનીય અને અવર્ણનીય કામ છે.

offbeat news hatke news