25 October, 2026 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનાની બુટ્ટીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
દુબઈમાં ૧૬ કિલોથી વધુ વજનની સોનાની બુટ્ટીઓ બનાવી બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. `જૉયલુક્કાસ જ્વેલરી` (Joyalukkas Jewellery) દ્વારા બનાવવામાં આવેલી આ બુટ્ટીઓનું નામ `મયૂર સહસ્ર` (Mayur Sahasra) રાખવામાં આવ્યું છે. ૨૨ કૅરેટ સોનામાંથી બનેલી આ બુટ્ટીઓનું અનાવરણ ૨૪ ઑક્ટોબરના રોજ દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં આવેલા `જ્વેલ ઓફ જૉય` (Jewel of Joy) શોરૂમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અર્થતંત્ર અને પર્યટન મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
`મયૂર સહસ્ર`ને વિશ્વની સૌથી ભારે સોનાની બુટ્ટીઓ અને વિશ્વની સૌથી મોટી સોનાની બુટ્ટીઓ - એમ બન્ને કૅટેગરીમાં માન્યતા મળી છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, જૉયલુક્કાસે ૧૨ ઑક્ટોબરના રોજ સૌથી ભારે સોનાની બુટ્ટીઓનો રેકોર્ડ હાંસલ કર્યો હતો, અને ત્યારબાદ ૨૪ ઑક્ટોબરના રોજ તેને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ બુટ્ટીઓની લંબાઈ ૧.૨૧૫ મીટર અને વ્યાસ ૦.૬૮૨ મીટર છે — જે સામાન્ય રીતે પહેરવામાં આવતી પરંપરાગત બુટ્ટીઓ કરતાં ઘણી મોટી છે. `મયૂર સહસ્ર`માં અત્યંત ઝીણવટભરી ડિઝાઈન છે, જેમાં દક્ષિણ એશિયાની પરંપરાગત બુટ્ટીઓમાં જોવા મળતો ઘંટ આકાર જાળવી રાખવામાં આવ્યો છે.
૫૫ કુશળ કારીગરોની ટીમે આ બુટ્ટીઓ તૈયાર કરવા માટે કુલ ૫,૮૪૦ કલાકનો સમય ફાળવ્યો હતો. તેની ડિઝાઈન મોર પરથી પ્રેરિત છે — જે ભારતીય સંસ્કૃતિમાં સુંદરતા અને આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે. `મયૂર સહસ્ર` નામ પણ મોરથી પ્રેરિત આ ડિઝાઈનને જ દર્શાવે છે. તેમાં પરંપરાગત ભારતીય આભૂષણોની સટાઈલ જોવા મળે છે, જે તેના વિશાળ કદ અને ઝીણવટભરી કારીગરી માટે જાણીતી છે.
જૉયલુક્કાસ જ્વેલરીના સીઈઓ જ્હોન પૉલ અલુક્કાસે કહ્યું કે, આ બુટ્ટીઓને દુબઈમાં રજૂ કરવાનો નિર્ણય કંપનીના આ શહેર સાથેના લાંબા સમયના સંબંધો અને તેના વિકાસમાં કંપનીના યોગદાનને કારણે લેવામાં આવ્યો છે. તેમણે ટિપ્પણી કરી, “દુબઈ હંમેશાં ‘સોનાના શહેર’ (City of Gold) તરીકે જાણીતું રહ્યું છે. આ બાબત તેની આ ઓળખને વધુ મજબૂત બનાવશે.” દુબઈ સોનાના છૂટક વેપાર માટે વિશ્વના અગ્રણી કેન્દ્રોમાંનું એક છે, જે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ બન્નેને મોટી સંખ્યામાં આકર્ષે છે. ‘મયૂર સહસ્ર’ (Mayur Sahasra) નું આગમન, સોનાના વેપારના કેન્દ્ર તરીકે દુબઈની પ્રતિષ્ઠામાં એક નવું પાસું ઉમેરે છે. આ કૃતિ પરંપરાગત