માલિકના મૃત્યુ પછી 15 જ મિનિટમાં પાળેલા કૂતરાએ પણ જીવ છોડ્યો

24 August, 2019 08:52 AM IST  |  સ્કોટ લેન્ડ

માલિકના મૃત્યુ પછી 15 જ મિનિટમાં પાળેલા કૂતરાએ પણ જીવ છોડ્યો

સ્કૉટલૅન્ડના એલોઆ શહેરમાં રહેતો ૨૫ વર્ષનો સ્ટુઅર્ટ હચિન્સન છેલ્લાં આઠ વર્ષથી બ્રેઇન કૅન્સરથી પીડાઈ રહ્યો હતો. એ ટ્યુમર સર્જરી અને કીમોથેરપી કરાવ્યા પછી પણ હાડકાંઓ સુધી પહોંચી ગયું હતું. એમ છતાં તે હિંમત નહોતો હાર્યો અને છેક સુધી જંગ લડતો રહ્યો હતો. જ્યારે સ્ટુઅર્ટ માંદો હતો ત્યારે તેમનો પાળેલો ડૉગી નીરો તેની હંમેશાં પાસે ને પાસે જ રહેતો હતો. સ્ટુઅર્ટની ઇચ્છા હતી કે તે પોતાના ઘરે જ મૃત્યુ પામે એટલે ચાર વીક પહેલાં જ તેને હૉસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો હતો. જે દિવસે સ્ટુઅર્ટ મૃત્યુ પામ્યો એની સવારે તેની પાળેલી ડૉગી નીરો પણ અસ્વસ્થ હોય એવું લાગતું હતું. સ્ટુઅર્ટના પપ્પા નીરોને લઈને પ્રાણીઓના ડૉક્ટરને બતાવવા લઈ ગયા હતા ત્યાં તેમણે કહ્યું કે નીરોનું કરોડનું હાડકું તૂટી ગયું છે.

આ પણ વાંચોઃ ૫૪ લાખ રૂપિયા ખર્ચી વીસ સર્જરીઓ બાદ આ બહેનને બનવું છે ડ્રૅગનક્વીન

એ જ દિવસે બપોરે સવા વાગ્યે સ્ટુઅર્ટે છેલ્લા શ્વાસ લીધા. નીરો પણ તેની સાથે એ જ રૂમમાં હતી. તેની હાલત એ પછી વધુ બગડી અને બીજી પંદર મિનિટ એટલે કે દોઢ વાગ્યે તો નીરોએ પણ પ્રાણ ત્યાગી દીધા. સ્ટુઅર્ટની મમ્મી અને પત્ની ડેનિઅલ માટે આ બેવડો આઘાત હતો.

offbeat news hatke news