૫૪ લાખ રૂપિયા ખર્ચી વીસ સર્જરીઓ બાદ આ બહેનને બનવું છે ડ્રૅગનક્વીન

Published: Aug 23, 2019, 09:51 IST | લોસ ઍન્જલસ

બૅન્કમાં કામ કરીને તેની પાસે થોડીક બચત હતી એનાથી તેણે સેક્સ ચેન્જ કરાવી લીધું અને પોતાના બૉડીમાં મૉડિફિકેશન્સ કરાવવાનું શરૂ કરી દીધું. એટલે સુધી કે નાકનો પણ એક ભાગ કપાવી લીધો છે અને દાંત પણ પડાવી લીધા છે.

૫૪ લાખ રૂપિયા ખર્ચી વીસ સર્જરીઓ બાદ આ બહેનને બનવું છે ડ્રૅગનક્વીન
૫૪ લાખ રૂપિયા ખર્ચી વીસ સર્જરીઓ બાદ આ બહેનને બનવું છે ડ્રૅગનક્વીન

અમેરિકાના લોસ ઍન્જલસમાં રહેતાં ૫૮ વર્ષનાં ટિઆમૅટ મેડુસા નામનાં બહેને અત્યાર સુધીમાં પોતાના શરીર પર ૨૦ પ્રકારની સર્જરીઓ કરાવીને પોતાની સૂરત એવી બદલી નાખી છે કે કદાચ તેમને હવે માણસમાં ગણવા કે કેમ એ સવાલ ખડો થાય. ઇન ફૅક્ટ, આ બહેન પોતાને માણસ ગણાવવા પણ નથી માગતા. તેમને તો બનવું છે સ્નેક લેડી અથવા તો ડ્રૅગન ક્વીન. તેમના શરીર પર સાપની કાંચળી જેવાં ટૅટૂ ચિતરાવેલાં છે. તેમણે કાન કઢાવી નાખ્યાં છે, કપાળ પણ શિંગડાં જેવાં ઇમ્પ્લાન્ટ કરાવ્યાં છે અને સરિસૃપ વર્ગનાં પ્રાણીની જેમ જીભને પણ કપાવીને બે ભાગમાં વહેંચી નાખી છે.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

 આટઆટલું શરીરને મૉડિફાય કરાવ્યા પછી પણ બહેનને ધરવ નથી. જન્મ વખતે તે છોકરો હતી અને તેનું નામ રિચર્ડ હર્નાન્ડેઝ હતું. તેના પેરન્ટ્સે ક્યારેક ખીજાઈને તેને જંગલમાં મૂકી દીધેલો એ વખતે કેટલાક સાપોની સાથે તે રમતો હતા. એ પછી મોટા ભાગનું જીવન તે ગ્રૅન્ડપેરન્ટ્સ સાથે રહ્યો. ગ્રૅન્ડફાધર તેને બહુ મારતા, કામ કરાવતા અને હેરાન કરતા. આ બધાને કારણે તે માનસિક રીતે અસ્વસ્થ રહેવા લાગ્યો. ૧૧ વર્ષની વયે તે ગે સંબંધોમાં પળોટાળો. જોકે અંદરથી તેને છોકરી બનવાની ઇચ્છા થતી હતી. યુવાન થયા પછી તો તે બેફામ સંબંધોમાં જોડાયો અને એચઆઇવીના ચેપનો ભોગ બન્યો. તેને લાગ્યું કે હવે તો તે મરી જ જવાનો છે ત્યારે તેને જે ગમે છે એ કરી જ લેવું.

 


Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK