મહિલાના પેટમાંથી નીકળ્યાં દોઢ કિલો ઘરેણાં અને ૫-૧૦ રૂપિયાના ૯૦ સિક્કા

26 July, 2019 09:16 AM IST  |  પશ્ચિમ બંગાળ

મહિલાના પેટમાંથી નીકળ્યાં દોઢ કિલો ઘરેણાં અને ૫-૧૦ રૂપિયાના ૯૦ સિક્કા

પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લામાં રામપુરહાટ સરકારી હૉસ્પિટલમાં ૨૬ વર્ષની એક મહિલાના પેટની સર્જરી કરીને તેના પેટમાંથી એક તિજોરીમાં સમાય એથી વધુ સામાન નીકળ્યો હતો. મહિલાને પેટમાં ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. દુખાવાનું કારણ સમજવા ડૉક્ટરોએ સોનોગ્રાફી કરી તો એમાં ઘરેણાં દેખાયાં. એટલે તરત જ ડૉક્ટરે સર્જરી કરીને પેટમાં ભરાયેલો જથ્થો કાઢ્યો તો ચેઇન, વાળી, ઝુમકા, બંગડી, પાયલ, કડાં અને ઘડિયાળો નીકળી હતી. ડૉક્ટરનું કહેવું હતું કે મોટા ભાગની જ્વેલરી તાંબા અથવા પિત્તળની હતી, પરંતુ એમાં કેટલીક સોનાની પણ હતી. યુવતીની મમ્મીએ કહ્યું ‘દીકરી માનસિક રીતે અસ્વસ્થ છે. તે છેલ્લા કેટલાક દિવસથી ખાવાનું ખાઈને ઊલટી કરી દેતી હતી. અમારા ઘરમાંથી ઘરેણાં ગાયબ થઈ રહ્યાં હતાં પણ જ્યારે કોઈ તેને પૂછતું કે તેં જોયાં છે તો તે તરત રડવા લાગતી હતી. ભાઈની દુકાને જઈને તે સિક્કા પણ લઈ આવતી. અમને એમ કે તેને કશુંક ખરીદવું હશે, પણ તે સિક્કા પણ ગળી જતી હશે એનો અંદાજ અમને નહોતો.’

આ પણ વાંચોઃ પ્લેનમાં બીજી છોકરીને જોવા બદલ ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને ઠમઠોર્યો, વીડિયો વાઈરલ

જ્યારે ફૅમિલી ડૉક્ટરની રુટિન સારવારથી પણ કોઈ સુધારો ન થયો ત્યારે તેની મા તેને સરકારી હૉસ્પિટલ લઈ ગઈ હતી.

offbeat news hatke news west bengal