બીમારી ધરાવતા રિલીઝ પહેલાં રાઇઝ ઑફ સ્કાય વૉકરનું પ્રીમિયર કરાયું

02 December, 2019 10:19 AM IST  |  UK

બીમારી ધરાવતા રિલીઝ પહેલાં રાઇઝ ઑફ સ્કાય વૉકરનું પ્રીમિયર કરાયું

ડિઝનીની ખાસ પહેલ

સ્ટાર વૉર્સની ફિલ્મ રિલીઝ થવાની હોય એ પહેલાં જ તેના ચાહકોમાં ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી જતી હોય છે. બ્રિટનના હૅમ્પશરના એક હૉસ્પાઇસમાં મરણપથારીએ પડેલા એક દરદીની ઇચ્છા પણ આવનારી ‘રાઇઝ ઑફ સ્કાય વૉકર’ જોવાની ઇચ્છા હતી. આ દરદીનું નામ જાહેર નથી કરવામાં આવ્યું, પરંતુ જીવલેણ બીમારીથી ગ્રસ્ત વ્યક્તિની આ કદાચ છેલ્લી ઇચ્છા છે એમ સમજીને એ પૂરી કરવા માટે મેડિકલ કૅર હોમ રોવન્સ હૉસ્પાઇસ તરફથી ‘અનામી’ દરદી માટે ફિલ્મ ‘રાઇઝ ઑફ સ્કાય વૉકર’નું સ્ક્રીનિંગ વહેલી તકે કરવાની અપીલ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં કરી હતી. એ ટ્વીટમાં લખાયું હતું કે ‘દુઃખની વાત એ છે કે આ દરદી કદાચ ૨૦ ડિસેમ્બર સુધી રાહ ન પણ જોઈ શકે. તેની ઇચ્છા છે કે તે ફાઇનલ સ્ટાર વૉર્સની ફિલ્મ તેના યંગ દીકરા સાથે બેસીને જુએ.’
આ ટ્વીટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને હજારો લોકોએ એને રીટ્વીટ કરતાં આ વાત વૉલ્ટ ડિઝનીના સીઈઓ રૉબર્ટ ઇગર સુધી પહોંચી.

આ પણ જુઓઃ આ છે તમારા ફેવરિટ બૉલી સ્ટાર્સના નિક નેમ, જે ભાગ્યે જ સાંભળ્યા હશે

એ અપીલ વાંચીને વૉલ્ટ ડિઝની પ્રોડક્શન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રૉબર્ટ ઇગર તરફથી રોવન્સ હૉસ્પાઇસનો સંપર્ક સાધ્યો હતો અને તેમને ફિલ્મની એક ઍડ્વાન્સ કૉપી મોકલાવી હતી. આ ફિલ્મની રિલીઝ-ડેટ ૨૦ ડિસેમ્બર છે, પણ મોતના આરે ઊભેલા દરદીની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે એની એક કૉપી સમય કરતાં પહેલાં ખાસ આ દરદી માટે રિલીઝ કરવામાં આવી હતી. તેના પરિવારે અદ્ભુત સંસ્મરણો આપવા બદલ વૉલ્ટ ડિઝની પ્રોડક્શન્સનો આભાર માન્યો હતો.

walt disney star wars offbeat news