સમુદ્રમાંથી મળી આવી ડાયનોસોર જેવી માછલી, ફોટો જોઈને ચોંકી જશો !

19 September, 2019 01:17 PM IST  |  નોર્વે

સમુદ્રમાંથી મળી આવી ડાયનોસોર જેવી માછલી, ફોટો જોઈને ચોંકી જશો !

ક્યારેય ક્યારેક આપણો સામનો એવા જીવ જંતુઓ સાથે થઈ જાય છે, જે દેખાવમાં વિચિત્ર હોય છે. તેમાંથી કેટલાક એવા હોય છે, જેમને આપણે ભાગ્યે જ જોયા હોય છે, કે તેમના વિશે જાણતા હોઈએ છીએ. કેટલાક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર આવા જ એક સમુદ્રી જીવનો વીડિયો વાઈરલ થયો હતો. મેંદાની સેવ જેવો દેખાતો આ સમુદ્રી જીવ સેઈલિંગ કરતી યુવતીને મળી આવ્યો હતો. હવે ફરી એકવાર એક સમદ્રી જીવે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

નોર્વેમાં 19 વર્ષના યુવકને સમુદ્ર કિનારેથી ખૂબ જ વિચિત્ર દેખાતી માછલી મળી આવી છે. આ માછલીના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ઓસ્કાર નામનો આ યુવક નોર્ડિક સી એન્ગલિંગ કંપનીમાં ગાઈડ તરીકે કામ કરે છે. અને તે બ્લૂ હૈલિબટ માછલી શોધવા સમુદ્રમાં કૂદ્યો હતો. આ દરમિયાન તેની નજર દરિયાકિનારે પડેલી વિચિત્ર માછલી પર પડી. તેણે માછલીને ધ્યાનથી જોઈ, તો ચોંકી ઉઠ્યો.

આ માછલીની એક લાંબી પૂંછડી છે, તો તેની આંખો પણ મોટી મોટી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઓસ્કારે કહ્યું કે આ માછલી દેખાવમાં ડાયનોસોર જેવી લાગે છે. તેણે આજ સુધી આવી કોઈ માછલી નથી જોઈ. ધ સનના રિપોર્ટ પ્રમાણે વિચિત્ર દેખાતી આ માછલી એક રૅટ ફિશ છે, જેનો સંબંધ 30 કરોડ વર્ષ પહેલાની શાર્ક સાથે છે. આ માછલીનું નામ કામરસ મોનસ્ટ્રોસા લિનેઅસ છે, જે લેટિન શબ્દ છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ગુસ્સે ભરાયેલા પતિએ કાપી નાખ્યું પત્નીનું નાક

આ પ્રકારની માછળી ઉંડા પાણીમાં મળી આવે છે, તેની ખાસિયત એ છે કે મોટી મોટી આંખોથી તે સમુદ્રના અંધારામાં પણ સહેલાઈથી જોઈ શકે છે.

offbeat news hatke news