પાકિસ્તાનમાં ગુસ્સે ભરાયેલા પતિએ કાપી નાખ્યું પત્નીનું નાક

Published: Sep 19, 2019, 11:28 IST | મુંબઈ

પાકિસ્તાનથી જાતભાતના વિચિત્ર સમાચારો આવતા રહે છે. પાકિસ્તાનની ઘટનાઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. અને હવે જે સમાચાર આવ્યા છે, તે સાંભળીને તમને ગુસ્સો તો આવશે, સાથે જ તમે ચોંકી પણ જશો

પાકિસ્તાનથી જાતભાતના વિચિત્ર સમાચારો આવતા રહે છે. પાકિસ્તાનની ઘટનાઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. અને હવે જે સમાચાર આવ્યા છે, તે સાંભળીને તમને ગુસ્સો તો આવશે, સાથે જ તમે ચોંકી પણ જશો. પાકિસ્તાનના લાહોરમાં ઘરેલુ હિંસાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક યુવક પોતાની પત્નીને માર મારી રહ્યો હતો, ત્યારે એણે ગુસ્સામાં ને ગુસ્સામાં જ પત્નીનું નામ કાપી નાખ્યું.

મળતી માહિતી પ્રમાણે ઘટના લાહોરના સિતારા કોલોની વિસ્તારની છે. જ્યાં શાઝિયા નામની યુવતી જોરજોરથી ચીસો પાડી રહી હતી. આ સાંભળીને જ્યારે પાડોશીઓ તેના ઘરે પહોંચ્યા, તો ખૂબ જ લોહી વહી રહ્યું હતું. પાડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને શાઝિયાને લાહોરની જનરલ હોસ્પિટલમાં મોકલી આપી.

પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ પ્રમાણે શાઝિયાના પતિનું નામ સજ્જાદ અહેમદ છે. બંનેને 6 બાળકો છે, જેમાં ચાર પુત્રીઓ અને બે પુત્રો છે. પાડોશીઓના કહેવા પ્રમાણે સજ્જાડ વારંવાર શાઝિયાને હેરાન કરતો રહે છે. ક્યારેક લોખંડના સળિયાથી તો ક્યારેક પાઈપથી માર મારે છે. પાડોશીઓએ ઘણીવાર શાઝિયાને સજ્જાદના ત્રાસથી બચાવી છે.

આ પણ વાંચોઃ આ ઊલટી-સીધી બસના ફોટોને ફની કૅપ્શન આપનારને આનંદ મહિન્દ્રા આપશે એક ભેટ

બીજી તરફ ડૉક્ટરનું કહેવું છે કે શાઝિયાનું નામ કપાઈ ગયું છે, હવે કૃત્રિમ નાક લગાવવામાં આવશે. આ માટે જટિલ પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. શાઝિયાએ પોલીસને માહિતી આપતા કહ્યું છે કે તે પુત્રીના સાસરે ગઈ હતી, ત્યારે તેનો પતિ સજ્જાદ પણ ત્યાં પહોંચી ગયો. અને તેને ઘરે લઈ આવ્યા બાદ ઘરમાં પૂરીને મારવા લાગ્યો. આ દરમિયાન જ તેણે ચપ્પૂથી નાક કાપી નાખ્યું. પોલીસે આ મામલે સજ્જાદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જો કે આરોપી સજ્જાદ ફરાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK