દિલ્હીના માણસે ભંગારના સામાનમાંથી ઊભી કરી છે કેવ હોટેલ
દિલ્હીની કેવ હોટેલ
કોઈ સાહસિક જીવ હોય તો તેને એકાંત ગુફાઓમાં રહેવાની ઇચ્છા જરૂર થઈ હશે. દિલ્હીમાં એક માણસે ઍડ્વેન્ચર સાથે કમ્ફર્ટ, લક્ઝરી સાથે વેકેશન વાઇબ્સ આપતી ગુફાઓ બનાવી છે. ઇન્દ્રજિત નામના યુવકે દિલ્હીમાં ગુફાઓ આકારની હોટેલ ઊભી કરી છે, જેને કેવ હોટેલ નામ આપવામાં આવ્યું છે. ભારતમાં આ પ્રકારની પહેલી હોટેલ છે.
૨૦૧૮માં ઇન્દ્રજિતે ભંગારના સામાનનો ઉપયોગ કરીને લગભગ ૪૦ લાખ રૂપિયામાં કેવ હોટેલ બનાવી હતી જેનું આજે વાર્ષિક ટર્નઓવર લગભગ ૧૦ કરોડ રૂપિયા છે. આ હોટેલ પ્રાચીન ગુફાઓ આકારની છે અને એના રૂમ પણ ગુફા જેવા છે. આ કેવ હોટેલને સફળતા મળ્યા બાદ દિલ્હી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ આવી હોટેલ બનાવવામાં આવી છે
ઇન્દ્રજિતે જુદી-જુદી થીમ-બેઝ્ડ હોટેલ્સ દિલ્હીમાં બનાવી છે. આવી એક વિશિષ્ટ હોટેલ ગોવામાં પણ છે. આ હોટેલમાં રહેવાનું ભાડું એક દિવસના ૫૦૦૦ રૂપિયા છે.