જુઓ વિન્ડો-વેડિંગ: ચોથા માળની બારીમાં ઊભા રહી પાદરીએ કરાવ્યાં લગ્ન

25 March, 2020 07:33 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

જુઓ વિન્ડો-વેડિંગ: ચોથા માળની બારીમાં ઊભા રહી પાદરીએ કરાવ્યાં લગ્ન

વિન્ડો-વેડિંગ

ન્યુ યૉર્કના મકાનમાં ચોથા માળે રહેતા પાદરીમિત્ર વિલ્સને મિત્ર યુગલ રૅલી જેનિંગ્સ અને અમાન્ડા વ્હિલરને રસ્તા પર ઊભાં રાખીને લગ્નવિધિ કરાવી હતી. લગ્નનું મુહૂર્ત સચવાય અને કોરોના વાઇરસના રોગચાળાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાય એ માટે મિત્રવર્તુળોએ અનોખી વ્યવસ્થા કરી હતી. ગયા ગુરુવારે ન્યુ યૉર્કના સિટી મૅરેજ બ્યુરોમાંથી મૅરેજ લાઇસન્સ મેળવ્યા પછી બીજા દિવસે બન્નેએ ધાર્મિક-સમાજિક વિધિ કરી હતી. આ દંપતીએ ગયા ઑક્ટોબર મહિનામાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોરોના વાઇરસને કારણે સ્થિતિ વણસવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં એ કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. છેવટે ગયા ગુરુવારે બન્નેએ સિટી મૅરેજ બ્યુરોમાંથી મૅરેજ લાઇસન્સ મેળવ્યા પછી શુક્રવારે ધાર્મિક-સમાજિક વિધિ અને સગાં-મિત્રોના મિલનના કાર્યક્રમ માટે બ્યુરોમાં પાછાં આવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ન્યુ યૉર્કના મેયર બિલ ધ બ્લાસિયોએ કોરોના વાઇરસના રોગચાળાને કારણે બ્યુરો બેમુદત બંધ રાખવાની જાહેરાત કરતાં એ દંપતી માટે મુશ્કેલી સર્જાઈ હતી. રૅલી જેનિંગ્સ અને અમાન્ડા વ્હિલરે તેમના મિત્ર મેટ વિલ્સનની મદદ લીધી હતી. તેમણે મેનહટનના વૉશિંગ્ટન હાઇટ્સના પાડોશના વિસ્તારમાં વિલ્સનના ઘરની બહારના રસ્તા પર ગોઠવણ કરી હતી. વિલ્સને ઘરની બારીની બહાર ઝૂકીને લગ્નની શપથવિધિના શબ્દો ઉચ્ચાર્યા અને બધી ઔપચારિકતા પૂરી કરી હતી. એ વખતે નવદંપતી રસ્તા પર ઊભું હતું.

આ પણ વાંચો: ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં ફેરવી કાઢ્યું આ ભાઈએ

એ બપોરે મિત્ર વિલ્સને મોબાઇલ ફોન પર મેસેજ કર્યો કે ન્યુ યૉર્કના કાઉન્ટી ક્લર્કે તેને લગ્નમાં પાદરીની કામગીરીની પરવાનગી આપી છે. અમે તેને મેસેજ કરીને પૂછ્યું કે આવતા ૨૪ કલાકમાં અમારાં લગ્ન કરાવવા વિશે શો વિચાર છે. તેણે હા પાડી. અમે પૂછ્યું કે આવતી ૯૦ મિનિટમાં શક્ય છે. અમે બન્ને વર્ક-મીટિંગ્સ પૂરી કરીને તૈયાર થઈ ગયાં અને થોડાં ફૂલ લઈને વિલ્સનના અપાર્ટમેન્ટની દિશામાં આગળ વધ્યા. ત્યાર પછીની ઘટના ન્યુ યૉર્કમાં ફક્ત બહુચર્ચિત જ નહીં, ઐતિહાસિક પણ બની.

new york offbeat news hatke news international news