પાયલટે ચાલું ફ્લાઇટ દરમિયાન કૉકપિટ પર ઢોળી દીધી ગરમ કૉફી, પછી થયું આ

13 September, 2019 06:34 PM IST  |  મુંબઈ ડેસ્ક

પાયલટે ચાલું ફ્લાઇટ દરમિયાન કૉકપિટ પર ઢોળી દીધી ગરમ કૉફી, પછી થયું આ

પ્રતીકાત્મક તસવીર

એર ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ પ્રમાણે પ્લેન ઉડાવતાં 49 વર્ષના કેપ્ટને પોતાનો કૉફીનો મગ બંધ કર્યા વગર તેને ટ્રે ટેબલ ઉપર મૂકી દીધો. જેના કારણે આ ઘટના બની. હવે ક્રૂ મેમ્બર્સને ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે કે પાયલટને પાણી અને કૉફી આપવા માટે યોગ્ય કન્ટેનરનો ઉપયોગ કરવો.

આયર્લેન્ડ જતી ફ્લાઇટ સાથે જોડાયેલી એ અચંબિત કરનારી ઘટના સામે આવી છે, જેમાં પ્લેન ઉડાડતા પાયલટે કૉકપિટ પર જ કૉફી ઢોળી દીધી. આ ગરમ કૉફીને લીધે પ્લેનનું ઑડિયો કન્ટ્રોલ પેનલ ડેમેજ થઈ ગયું. કૉફી પડતાં જ કૉકપિટમાંથી બળવાની વાસ અને ધુમાડો આવવા લાગ્યો, જેના કારણે પાઇલટને કોમ્યુનિકેટ કરવામાં તકલીફ થવા લાગી. આ મામો એરબસ A330 (Airbus A330)નો છે. એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB)એ આ માહિતી આપી છે.

આ ઘટના ત્યારની છે જ્યારે ફ્લાઇટ જર્મની થઈ મેક્સિકો જઈ રહી હતી, પણ ગરમ કૉફી પડવાને કારણે તેને શૈનૉન એરપોર્ટ, આયર્લેન્ડ (Shannon Airport) પર ડાઇવર્ટ કરવી પડી.

આ ફ્લાઇટમાં 326 યાત્રાળુઓ અને 11 ક્રૂ મેમ્બર્સ હતા. સિવિલ એવિએશન ઑથૉરિટી પ્રમાણે સામાન્ય રીતે ફ્લાઇટના ડાઇવર્ઝન બાદ એરલાઇનને 9 લાખથી 70 લાખનો ભોગ આપવો પડે છે. આ કિંમત એરક્રાફ્ટની સાઇઝ ઇને કયા એરપોર્ટ પર ડાઇવર્ટ થઈ રહી છે, તેના પરથી નક્કી કરવામાં આવે છે.

એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ પ્રમાણે પ્લેન ઉડાવતાં 49 વર્ષના કેપ્ટને પોતાનો કૉફીનો મગ બંધ કર્યા વગર જે તેને ટ્રે ટેબલ ઉપર મૂકી દીધો. જેના કારણે આ ઘટના બની. હવે ક્રૂ મેમ્બર્સને ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે કે પાયલટને પાણી અને કૉફી આપવા માટે યોગ્ય કન્ટેનરનો ઉપયોગ કરવો.

આ પણ વાંચો : Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

ફ્લાઇટને શૈનૉન એરપોર્ટ પર લેન્ડ કરાવ્યા પછી સંપૂર્ણ રીતે તપાસવામાં આવી ત્યાર બાદ લીગલ ઑપરેશન પછી ફ્લાઇટે ફરી ઉડ્ડાણ ભરી.

offbeat news