આર્જેન્ટિનામાં રૂનાં પૂમડાં જેવાં વાદળાં છવાયાં

25 November, 2021 05:15 PM IST  |  Argentina | Gujarati Mid-day Correspondent

ગયા સપ્તાહે આવાં વિચિત્ર આકારનાં કાળાશ પડતાં વાદળાંનો વિડિયો ઇન્ટરનેટ પર અપલોડ થયો હતો.

રૂનાં પૂમડાં જેવાં વાદળ

આર્જેન્ટિનામાં તાજેતરમાં અત્યંત દુર્લભ દૃશ્ય સરજાયાં હતાં. વાતાવરણના આશ્ચર્યનજક પરિવર્તનને લીધે આકાશમાં વાદળાંઓએ નવાઈ પમાડે એવું રૂપ લઈ લીધું હતું. આકાશમાં જાણે રૂનાં વિશાળકાય પૂમડાં ઊડતાં મૂક્યાં હોય એવું દૃશ્ય નિર્માણ પામ્યું હતું. જોકે સુંદર દેખાતું હોવા છતાં આ દૃશ્ય ભયંકર ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરતું હતું. થોડા જ સમય પછી ત્યાં ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યાં હતાં.
ગયા સપ્તાહે આવાં વિચિત્ર આકારનાં કાળાશ પડતાં વાદળાંનો વિડિયો ઇન્ટરનેટ પર અપલોડ થયો હતો. એ વિડિયો અત્યાર સુધી ૧૦,૦૦૦થી વધુ વાર જોવાઈ ચૂક્યો છે. નેટિઝન્સમાં કોઈએ આ વાદળોને રૂનાં પૂમડાં કે કપાસની ગાંસડી સાથે સરખાવ્યાં હતાં તો કોઈએ જાતભાતની ખાદ્યસામગ્રી સાથે. વિડિયો અપલોડ કરનાર યુઝરે સાથે લખ્યું હતું કે અમને કોઈ માછલીઘરમાં પુરાયેલા હોઈએ એવો અનુભવ થયો હતો. આ વિડિયો પર નેટિઝન્સે કાવ્યાત્મક કમેન્ટ્સ સાથે કુદરતની લીલાને વધાવી હતી.

argentina offbeat news