3હજાર ફુટ ઊંચાઈ, 2 પત્થર વચ્ચે ઉભા રહી કહ્યું વિલ યુ મેરી મી? જાણો ઘટના

09 July, 2019 06:48 PM IST  |  મુંબઈ ડેસ્ક

3હજાર ફુટ ઊંચાઈ, 2 પત્થર વચ્ચે ઉભા રહી કહ્યું વિલ યુ મેરી મી? જાણો ઘટના

પહાડ પર કર્યું પ્રપોઝ

હવે ઘૂંટણ પર બેસીને પ્રેમી અને પ્રેમિકા એકબીજાને પ્રપોઝ નથી કરતાં, દરેક વસ્તુ માટે નવી પદ્ધતિઓ શોધવામાં આવે છે. પોતાના જીવનની આ ખાસ ક્ષણોને યાદગાર બનાવવા માટે નવા નવા પ્રયોગો કરતાં હોય છે. શોખીન અને આ અવસરને યાદ બનાવવા માટે લોકો પોતાની રીતે પણ ઘણીવાર અનવના પ્રયોગો કરતાં હોય છે.

હજી સુધી આકાશમાં, ક્યારે પાણીમાં, ક્યારેક પહાડ પર તો ક્યારેક અન્ય એવી જગ્યાઓ એ આવી રીતે પ્રપોઝલની ચર્ચાઓ થતી હોય છે. હવે એક નવી રીત સામે આવી છે. જેમાં એક પ્રેમી યુગલે એક બીજાને પહાડો વચ્ચે આવેલા એક નાનકડાં પત્થર પર ઊભા રહીને પ્રપોઝ કરતાં જોવા મળે છે. આમાં છોકરાનું નામ ક્રિસ્ટિયન રિચર્ડ્સ અને પ્રેમિકાનું નામ બેક્સ મોરલે છે. આ બન્નેએ એકબીજાને 3000 ફુટ ઊંચાઇ પર નોર્વેના કેજરાગબોલ્ટેન જગ્યાએ પ્રપોઝ કર્યું,

રિચર્ડ્સ અને તેની પ્રેમિકા નોર્વેમાં ફરી રહ્યાં હતા. અહીં કેજરબોલ્ટેન એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીં ઘણા ખડકો છે. જેમાં બે ખડકોની વચ્ચે આ બન્નેએ ઊભા રહીને એકબીજાને પ્રપોઝ કર્યું ત્યાં સરળતાથી પહોંચી શકાય છે. આ જગ્યાએ લોકો બેઝ જમ્પિંગ પણ કરે છે, આ સ્થળને તેની માટે ઓળખવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે એવી જગ્યાઓ પર પહોંચ્યા પછી મોટાભાગે લોકો ગભરાઈ જતાં હોય છે, ઘણીવાર છોકરીઓ ગભરાઇ જાય છે અને તે પોતે એવી જગ્યાએ જવાની ના પાડી દે છે. રિચર્ડ્સે કહ્યું કે તેની ગર્લફ્રેન્ડે ત્યાં જવાની ના પાડી જ નહીં, તેથી તેની માટે ચિંતાનો કોઈ વિષય હતો જ નહીં. રિચર્ડ્સે કહ્યું કે આવી જગ્યાએ વધું ચિંતા એ હતી કે ક્યાંક હાથમાંથી આંગળી છૂટી ન જાય. આટલી ઊંચાઇ પર પહોંચ્યા પછી ઘણો ડર પણ લાગતો હોય છે. એકવાર તો એ પણ ડર લાગતો હોય કે જો વીંટી છૂટી ગઈ તો આટલી ઊંચાઈ પરથી તેને પાછી લઈ આવવી શક્ય નહીં હોય. પછી આખો પ્લાન ખરાબ થઈ જશે.

આ પણ વાંચો : US Flood:અમેરિકામાં વરસાદે મચાવ્યો કહેર, વ્હાઈટ હાઉસમાં પણ ભરાયા પાણી

ત્યાં હાજર અન્ય લોકોએ પણ એવી સલાહ આપી કે તે લોકો શક્ય તેટલું જલ્દી તે જગ્યાથી નીકળી જાય. તે પહાડ પરથી ઉતરીને નીચે સુરક્ષિત સ્થળે પહોંચી જાય. પણ આ બન્નેએ હિમ્મત રાખી અને એકબીજાને આશ્વાસન આપતાં હાથમાં વીંટી પહેરાવી, ત્યાર બાદ ભેટ્યા અને પછી ત્યાંથી નીચે ઊતરી ગયા અને આખા જીવન માટે એક યાદગાર ક્ષણ સાથે લઈ ગયા.

offbeat news