ચીનમાં રોબો ફરી ફુટબૉલ રમ્યા, દોડ્યા અને ફાઇટ પણ કરી : એક રોબોએ તો દોડમાં ઉસેન બોલ્ટનો રેકૉર્ડ પણ તોડ્યો

24 August, 2026 04:37 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

બીજિંગના વર્લ્ડ હ્યુમનૉઇડ રોબો ગેમ્સમાં ચીનના ‘લાઇટનિંગ’ રોબોએ ૧૦૦ મીટર માત્ર ૯.૩૨ સેકન્ડમાં દોડીને ઉસેન બોલ્ટનો ૯.૫૮ સેકન્ડનો વિશ્વ રેકૉર્ડ તોડી નાખ્યો હોવાનું ચર્ચામાં આવ્યું છે.

ચીનમાં રોબો ફરી ફુટબૉલ રમ્યા, દોડ્યા અને ફાઇટ પણ કરી : એક રોબોએ તો દોડમાં ઉસેન બોલ્ટનો રેકૉર્ડ પણ તોડ્યો

માણસના મગજને પડકાર આપવા માટે શોધાયેલા રોબો હવે સ્પર્ધામાં શારીરિક ક્ષમતાઓમાં પણ બરાબરી કરવા લાગ્યા છે. બીજિંગમાં ચાલી રહેલા વર્લ્ડ હ્યુમનૉઇડ રોબો ગેમ્સની બીજી સીઝનમાં વિવિધ કંપનીઓના રોબો વચ્ચે ૧૦૦ મીટર, ૪૦૦ મીટર અને એક કિલોમીટરની દોડ યોજવામાં આવી હતી. રોબો વચ્ચે ફુટબૉલ ટુર્નામેન્ટ પણ રમવામાં આવી અને રેસલિંગ પણ થયું. દોડતાં-દોડતાં કેટલાક રોબો ગોઠીમડાં ખાઈને તૂટી પડ્યા તો રેસલિંગની ફાઇટ પછી ઘાયલ થયેલા રોબોને સ્ટ્રેચર પર સારવાર માટે લઈ જવા પડ્યા. 
રોબોના આ રમતોત્સવમાં ૧૦૦ મીટરની દોડમાં વિશ્વના સૌથી ઝડપી રનરનો રેકૉર્ડ બનાવનારા જમૈકાના રનર ઉસેન બોલ્ટને પણ ચીની રોબોએ પાછળ રાખી દીધો છે. છેલ્લાં ૧૭ વર્ષથી ૧૦૦ મીટરની દોડમાં ઉસેન બોલ્ટનો રેકૉર્ડ કોઈ માણસ તોડી શક્યું નથી. શનિવારે ચીનમાં એક હ્યુમનૉઇડ રોબોએ એ કામ કર્યું હતું. ઉસેન બોલ્ટનો ૯.૫૮ સેકન્ડમાં ૧૦૦ મીટર દોડનો રેકૉર્ડ રોબોએ ૯.૩૨ સેકન્ડમાં દોડીને તોડ્યો હતો. આ રોબોનું નામ લાઇટનિંગ છે. તેણે ૧૪.૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને ૧૦૦ મીટરનું અંતર વીજળીની ઝડપે કાપ્યું હતું. લાઇટનિંગ રોબો આ પહેલાં લાંબા અંતરના રનિંગમાં પોતાનું કૌવત દેખાડી ચૂક્યો છે. તેણે ૨૧ કિલોમીટરની હાફ મૅરથૉન દોડી હતી. જોકે આ વખતે સૌથી ઝડપથી ૧૦૦ મીટરની ફિનિશલાઇન પાર કર્યા પછી રોબો ફસડાઈ પડ્યો હતો.

china robot football technology news offbeat news hatke news world news international news