ફૂટબ્રિજમાં અટકાયું વિમાન, ટ્રક ડ્રાઈવરે જુગાડ કરી કાઢ્યું બહાર

23 October, 2019 11:02 AM IST  |  મુંબઈ

ફૂટબ્રિજમાં અટકાયું વિમાન, ટ્રક ડ્રાઈવરે જુગાડ કરી કાઢ્યું બહાર

ચીનનો એક વીડિયોcસામે આવ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લોકો એ જ વિચારી રહ્યા છે કે એક વિમાન ફૂટબ્રિજની નીચે કેમ ફસાઈ શકે છે. પરંતુ આવું થયું છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મામલો ચીનના હરબિન શહેરનો છે. રિપોર્ટ પ્રમાણે, થયું એવું કે પ્લેનના એક ભાગને ટ્રકના માધ્યમથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની.

આવો હતો નજારો


જરા જુઓ કેવી રીતે પ્લેન બરાબરનું ફસાયું હતું. હવે તેને કાઢવું કેવી રીતે? આ માટે ટ્રક ડ્રાઈવરે જુગાડ કર્યો અને ટ્રકના ટાયરની હવા કાઢી નાખી એટલે વિમાન બ્રિજની પકડમાંથી છૂટી ગયું. પછી ડ્રાઈવરે ટ્રકમાં ટાયરમાં હવા ભરી અને નીકળી ગયો પોતાના રસ્તે.

આ પણ જુઓઃ

આવી છે લોકોની પ્રતિક્રિયા
આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે અને કાંઈક આવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

hatke news offbeat news china