92 વર્ષનાં ડૉ. દાદી આજેય વીકમાં 600 દર્દીઓ તપાસે છે

11 January, 2020 11:30 AM IST  |  China

92 વર્ષનાં ડૉ. દાદી આજેય વીકમાં 600 દર્દીઓ તપાસે છે

92 વર્ષનાં ડૉ. દાદી

વ્યક્તિ ૬૦-૭૦ વર્ષની થાય એટલે કામમાંથી નિવૃત્તિ લઈ જ લે. એ પછી તે જે કરે એ કંઈક હળવી અને થોડોક સમય વ્યસ્ત રહેવાય એવી ઍક્ટિવિટી જ હોય. જોકે ચીનના જિયાંગ્સુ પ્રાંતના નૅનજિંગ શહેરની સિટી હૉસ્પિટલમાં ૯૨ વર્ષનાં ડૉક્ટર આઓ રોજના ઓછામાં ઓછા નવ કલાક કામ આજે પણ કરે છે. ફિઝિશ્યન અને બ્લડ ડિસીઝનાં સ્પેશ્યલિસ્ટ એવાં આઓને લોકો ડૉક્ટર દાદીના હુલામણા નામે બોલાવે છે. તેમનું કહેવું છે કે જીવીશ ત્યાં સુધી ન તો હું કે ન મારું જ્ઞાન રિટાયર થશે.

આ પણ વાંચો : થીજેલા બરફમાં ફસાઈ ગયેલા હરણને બચાવવા ફાયર-ફાઇટર્સને બોલાવવા પડ્યા

આમ તો ઑફિશ્યલી તેઓ ૧૯૯૪ની સાલમાં રિટાયર થયાં હતાં, પણ પછી તેમણે વિચાર્યું કે તેમની પાસે જે જ્ઞાન છે એ કેમ રિટાયર થાય? બીજા જ દિવસે તેઓ ફરીથી હૉસ્પિટલ પહોંચી ગયા. તે રોજ હૉસ્પિટલમાં ૬૦૦ દર્દીઓને તપાસે છે. ડૉક્ટર આઓનો દીકરો પણ ડૉક્ટર છે.

china offbeat news hatke news