થીજેલા બરફમાં ફસાઈ ગયેલા હરણને બચાવવા ફાયર-ફાઇટર્સને બોલાવવા પડ્યા

Published: Jan 11, 2020, 11:14 IST | Pennsylvania

અમેરિકાના પેન્સિલ્વેનિયા શહેરમાં ફાયર-ફાઇટર્સ ફ્રોઝન લેકમાં પડી ગયેલા હરણને બચાવવા માટે થર્મલ પ્રોટેક્શન સૂટ પહેરીને એમાં ઊતર્યા હતા.

થીજેલા બરફમાં ફસાઈ ગયેલો હરણ
થીજેલા બરફમાં ફસાઈ ગયેલો હરણ

અમેરિકાના પેન્સિલ્વેનિયા શહેરમાં ફાયર-ફાઇટર્સ ફ્રોઝન લેકમાં પડી ગયેલા હરણને બચાવવા માટે થર્મલ પ્રોટેક્શન સૂટ પહેરીને એમાં ઊતર્યા હતા. સ્ક્રેનટોન ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે પોતાના ડૉગીને લઈને ફરવા નીકળેલી એક મહિલાએ ૯૧૧ નંબરની હેલ્પલાઇન પર ફોન કરીને બરફની સપાટી તોડીને ફ્રોઝન લેકમાં પડી ગયેલા હરણ વિશે જાણકારી આપી હતી. હરણ લેકની બહાર આવવાના પ્રયાસ કરી રહ્યું હતું. 

ફાયર-ફાઇટર્સ હરણ સુધી પહોંચવા માટે થર્મલ પ્રોટેક્શન સૂટ પહેરીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં ફ્રોઝન લેકની અંદર લગભગ ૧૫૦ ફીટ અંદર હરણ પહોંચ્યું હતું. ફાયર-ફાઇટર્સ વિભાગ દ્વારા જણાવાયું હતું કે લગભગ એક કલાક જેટલો સમય બરફના પાણીમાં વિતાવવાને કારણે હરણ ઠંડું અને નબળું પડી ગયું હતું. જોકે તેને કોઈ ઈજા પહોંચી નહોતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK