૩૦,૦૦૦ પંખીઓ માટે ૧૯૨ કરોડના ખર્ચે બન્યું 2 કિલોમીટર લાંબું નૉઇઝ બેરિયર

22 July, 2019 09:01 AM IST  |  ચીન

૩૦,૦૦૦ પંખીઓ માટે ૧૯૨ કરોડના ખર્ચે બન્યું 2 કિલોમીટર લાંબું નૉઇઝ બેરિયર

ચીનના ગુઆન્ગડૉન્ગ પ્રાંતના જિઆંગમેન શહેરમાં વિશ્વનું સૌપ્રથમ હાઇ સ્પીડ રેલ નૉઇઝ બેરિયર બનાવવામાં આવ્યું છે. ૩૫૫ કિલોમીટર લાંબા જિઆંગમેન-ઝાન્જિઆંગ હાઈ સ્પીડ રેલવે ટ્રૅક પર વેટલૅન્ડ પાસેના બે કિલોમીટરના ટ્રૅક પર આ બેરિયર બનાવવામાં આવ્યું છે. આ રેલવે લાઇન વેટલૅન્ડથી ૮૦૦ મીટર દૂર છે ને અહીં એક નાનકડા ટાપુ જેવું છે જેમાં વિશાળ વટવૃક્ષો છે. આ વડ પર હજારો પંખીઓના માળા છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ રેલવે ટ્રૅક બનવાનું શરૂ થયું ત્યારે સ્થાનિકો અને પંખીપ્રેમીઓએ વિરોધ કર્યો. લોકોનું કહેવું હતું કે રેલવેના અવાજને કારણે પંખીઓને તકલીફ થશે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

આ વાતની બબાલ વધતાં સ્થાનિક ઑથોરિટીએ વેટલૅન્ડની આસપાસના લગભગ બે કિલોમીટરના ટ્રૅક પર નૉઇઝ બેરિયર બનાવ્યું છે. આ બનાવતાં ત્રણ વર્ષ લાગ્યાં અને એમાં ૧૯૨ કરોડ રૂપિયાનો ખર્ચો પણ થયો. એમાં ૪૨,૨૬૦ નૉઇસ ઍબ્ઝોર્બર લગાવવામાં આવ્યા છે. આ બેરિયર એટલું અસરકારક છે કે એને કારણે ટ્રેનનો અવાજ માત્ર ૦.૨ ડેસિમલ જેટલો નાનો થઈ જાય છે.

china offbeat news hatke news