૧૨ વર્ષનો છોકરો ૬ વર્ષથી રોજ તેના દોસ્તને ખભે ઊંચકીને સ્કૂલે લઈ જાય છે

02 April, 2019 09:52 AM IST  |  ચીન

૧૨ વર્ષનો છોકરો ૬ વર્ષથી રોજ તેના દોસ્તને ખભે ઊંચકીને સ્કૂલે લઈ જાય છે

આને કહેવાય દોસ્તી

ચીનના સિચુઆન પ્રાંતના મીશાન શહેરમાં બે બાળકો વચ્ચે અદ્ભુત દોસ્તીનો નાતો બંધાયેલો છે. શુ બિન્ગયાન્ગ અને ઝૅન્ગ ઝી નામના બાર વર્ષના છોકરાઓ હાલમાં છઠ્ઠા ધોરણમાં ભણે છે. ઝૅન્ગને શારીરિક સમસ્યા છે જેને કારણે તે પોતાની મેળે ચાલી નથી શકતો કે નથી ઊભો પણ રહી શકતો. ઝૅન્ગનો પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી તેને સહાય માટે બીજી વ્યવસ્થા પણ પોસાય એમ નથી એટલે શુ બિન્ગયાન્ગ તેને પોતાની સાથે સ્કૂલે લઈ જાય છે. એ માટે તે ઝૅન્ગની આંગળી પકડીને કે વ્હીલચૅર પર બેસાડીને નહીં, પરંતુ લિટરલી ઊંચકીને સ્કૂલે લઈ જાય છે. ઝૅન્ગને માયસ્થેનિયા ગ્રૅવિસ નામની તકલીફ છે જે મસલ્સને દિનપ્રતિદિન નબળા બનાવે છે. તેને એક જગ્યાએ બેસાડ્યો હોય તો ત્યાંથી પોતાની મેળે હલીને બીજે પણ નથી જઈ શકતો.

આ પણ વાંચોઃ  પોલેન્ડના આ 80 વર્ષના માજી છે ડીજે, તેમના વગર નથી શરૂ થતી પાર્ટી

શુ રોજ ઝૅન્ગના ઘરે જઈને તેને પીઠ પર ઉપાડીને સ્કૂલે જાય છે અને સ્કૂલમાં પણ આખો દિવસ તેની જરૂરિયાતો પૂરી પાડે છે. પાણીની બૉટલ ભરી લાવવાની, ખાવા માટે કૅન્ટીનમાં જવાનું કે વૉશરૂમ લાવવા-લઈ આવવાનું કામ પણ તે જ કરે છે. મસ્ક્યુલર તકલીફને કારણે ઝૅન્ગનું વજન માત્ર ૨૫ કિલોનું છે એમ છતાં ૪૦ કિલો વજન ધરાવતા ૧૨ વર્ષના છોકરા માટે આટલું વજન પીઠ પર ઊંચકવાનું મુશ્કેલ તો છે જ. એમ છતાં તે દરેક સીઝનમાં અને આખુંય વર્ષ ઝૅન્ગની પડખે રહ્યો છે.

offbeat news hatke news china