પોલેન્ડના આ 80 વર્ષના માજી છે ડીજે, તેમના વગર નથી શરૂ થતી પાર્ટી

પોલેન્ડ | Apr 02, 2019, 09:35 IST

૮૦ વર્ષનાં DJ માજી છે નાઇટ પાર્ટીની આન, બાન અને શાન

   પોલેન્ડના આ 80 વર્ષના માજી છે ડીજે, તેમના વગર નથી શરૂ થતી પાર્ટી

પોલૅન્ડના વૉસૉર્માં રહેતાં વિર્જિનિયા શ્મિટ નામનાં ૮૦ વર્ષનાં માજીએ રિટાયર થયાં પછી અનોખી હૉબી શરૂ કરી છે. જિંદગીના પાછલા પડાવમાં લોકો ભજન અથવા તો સેવાકાયોર્માં સંકળાવાનું પસંદ કરે, પણ આ માજીએ નાઇટ-ક્લબ્સ અને પાર્ટીને પોતાનું પૅશન બનાવ્યાં છે.

old lady plays dj

આ હૉબીએ તેમને તરોતાજાં રાખવા ઉપરાંત હેલ્ધી અને હૅપી પણ રાખ્યાં છે. આખો દિવસ તેઓ પોતાના ગ્રૅન્ડ-ચિલ્ડ્રન સાથે ગાળે છે અને સાંજ પડતાં જ તેમનો અવતાર એકદમ ચેન્જ થઈ જાય છે. પોતાનું લૅપટૉપ, મ્યુઝિક ફાઇલ, હેડફોન લઈને તેઓ વૉસૉર્ની ક્લબમાં પહોંચી જાય છે અને વિર્જિનિયા બની જાય છે DJ વિકા.

આ પણ વાંચોઃ મસ્ક્યુલર બાર્બી : બૉડીબિલ્ડર જેવાં બાવડાં અને બાર્બી જેવા માસૂમ ચહેરાનું અનોખું કૉમ્બિનેશન

પાર્ટી મ્યુઝિક વગાડતી વખતે માજી ઝૂમતાં-નાચતાં પણ હોય છે. છેલ્લા બે દાયકાથી આ માજી રિટાયર્ડ લોકો માટેની એક ક્લબ માટે DJ વગાડે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK