પાવર બેન્ક ભૂલી જાઓ, કપડાંથી ચાર્જ કરો ફોન

29 December, 2018 12:20 PM IST  | 

પાવર બેન્ક ભૂલી જાઓ, કપડાંથી ચાર્જ કરો ફોન

પ્રતાકાત્મક તસવીર

કપડાંના પડમાં લાગશે ચિપ

સંશોધકોની વાત માનીએ તો હવે મોબાઈલ ફોન અને ટેબલેટ પહેરેલા કપડાંથી જ ચાર્જ કરી શકાય છે. નોટિંગ્હમ ટ્રેન્ટ યૂનિવર્સિટી વૈજ્ઞાનિકોનો દાવો છે કે એમણે એક નાનો સોલાર પેનલ શર્ટ ખિસ્સામાં લગાવી શકાય છે. જ્યારે તમે મોબાઈલને ખિસ્સામાં રાખો તો તે ચાર્જ થવા લાગશે. આ નાના ચાર્જરને ચાર્જિંગ ડૉક નામ આપવામાં આવ્યું છે.

પાવર બેન્કની જેમ કરશે કામ

આ ચાર્જરની વિશેષતાઓની વિશે જણાવતા સંશોધનકારોએ કહ્યું કે આકારમાં 3 મિમી લાંબુ અને 1.5 મિમી પહોળું આ યંત્રને એક ફોનને ચાર્જ કરવામાં 2000 પેનલની જરૂરત પડશે. સાથે જ સોલાર પેનલની આ ટેક્નિકથી કાર્બન ઉત્સર્જનને ઘટાડી શકે છે. આ કપડાંના ખિસ્સા પાવર બેન્કની જેમ જ કામ કરશે, જેમાં કોઈપણ પ્રકારના સોકેટનો પ્રયોગ નહીં થાય. ખાસ વાત એ છે કે આ સોલાર પેનલથી ચાર્જિંગ દરમિયાન આ ખાસ પોશાકને પહેરનારને કોઈપણ અનુભૂતિ થશે નહીં.

સામાન્ય કપડાંની જેમ ધોઈ શકાય છે

આ સમાચાર વાંચતા તમને લાગશે તે ચિપ દ્વારા કપડાં ધોઈ શકાશે કે નહીં, અથવા ધોતા મુશ્કેલી થશે, પણ એવું નથી. આ ચિપને રેઝિન સાથે આવરી લેવામાં આવે છે જેનાથી કપડાં ધોતી વખતે એના પર પાણીનો અસર નહીં થાય. જો તમે આ ખાસ કપડાં પહેરે તો પણ તમને તમારા રોજિંદા કપડાંની લાગણી મળશે. પેનલમાંના બધા 2000 સોલર કોષો કોઈપણ પ્રકારના સ્માર્ટ ફોનને ચાર્જ કરવામાં સક્ષમ છે.

offbeat news hatke news news