ચાલો ભાઈ, વૅક્સિન લઈ લો વૅક્સિન

21 September, 2021 11:40 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સરકાર પોતાના સ્તરે પ્રચાર કરી રહી છે, જેથી લોકો સમયસર વૅક્સિન લઈ શકે

વાઇરલ વીડિયોનો સ્ક્રીનશૉટ

આજે આપણા માટે શ્વાસ લેવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે કોરોનાથી બચવા માટે વૅક્સિન લેવું. સરકાર પોતાના સ્તરે પ્રચાર કરી રહી છે, જેથી લોકો સમયસર વૅક્સિન લઈ શકે. સોશ્યલ મીડિયામાં પણ આવા ઘણા વિડિયો વાઇરલ થયા છે. આવો જ એક વિડિયો વાઇરલ થયો છે, જે થોડો અલગ છે. એમાં એક વ્યક્તિ ગુજરાતના કોઈ એક શહેરમાં બસ-સ્ટૉપ નજીક બૂમ પાડીને કહી રહ્યો છે ‘ચાલો ભાઈ, વૅક્સિન લઈ લો વૅક્સિન, કોરોના વૅક્સિન. પહેલો ડોઝ, બીજો ડોઝ. બધા લઈ ગયા ને તમે રહી ગયા.’

આ પ્રચારકની આસપાસ ઘણા લોકો ઊભેલા આ વિડિયોમાં જોવા મળે છે. વિડિયો જોઈને લોકોને હસવું આવી જાય છે, પરંતુ અત્યારે જે ગંભીર અને કપરો સમય ચાલી રહ્યો છે એમાં આ યુવકનો પ્રચાર ખૂબ ઉપયોગી કહી શકાય. આ યુવકે કોઈ શાકભાજી વેચનારો કે હાઇવે પર રિક્ષાવાળા જે રીતે પ્રવાસીઓને બોલાવવા માટે બૂમ પાડતા હોય છે એવા અંદાજમાં વૅક્સિન વિશે બૂમ પાડી હતી. સોશ્યલ મીડિયાયામાં પ્રસિદ્ધિ મેળવવા લોકો જાતજાતનાં ગતકડાં કરતા હોય છે. આ પણ એક ગતકડું નહીં હોય એમ માનીને ચાલીએ તો બધા માટે વૅક્સિન લેવી જરૂરી તો છે જ.

offbeat news gujarat news covid vaccine vaccination drive