પાડોશીએ ઘરની ફેન્સ નીચી કરાવી તો બદલો લેવા નંગુપંગુ મૅનિકિન્સ મૂક્યા

24 March, 2019 09:05 AM IST  |  કેલિફોર્નિયા

પાડોશીએ ઘરની ફેન્સ નીચી કરાવી તો બદલો લેવા નંગુપંગુ મૅનિકિન્સ મૂક્યા

બોલો આવો પણ બદલો લે છે

અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યના સૅન્ટા રોઝા ટાઉનમાં જેસન વિન્ડસ નામના ભાઈએ પોતાના ઘરની આસપાસ છ ફુટ ઊંચી દીવાલ ચણી હતી, કેમ કે તેણે બે ડૉગ પાળેલા હતા. જો નીચી પાળી હોય તો આ ડૉગ એમ જ એ ઠેકીને જતા રહેતા હતા એટલે જેસને ઊંચી પાળી બનાવી હતી. જોકે આ વાતનો તેના પાડોશીને વાંધો પડ્યો. ઊંચી દીવાલને કારણે તેના ઘરમાં અંધારું પડે છે એવી ફરિયાદ કરીને તેણે જેસનને હેરાન કરવાનું શરૂ કર્યું. સ્થાનિક ઑથોરિટીએ પણ તેને ફેન્સ અડધી ઊંચાઈની કરવાનો આદેશ આપ્યો. જો તે એમ ન કરે તો રોજના ૫૦૦ ડૉલરનો દંડ ભરવો પડશે. ખાસ્સી લાંબી લડત પછી જેસનને લાગ્યું કે પાડોશી અને સ્થાનિક કોર્ટ કોઈ રીતે નહીં માને એટલે તેણે આંગણાની પાળી ત્રણ ફુટની કરી દીધી, પણ એ પછી પાડોશીને વધુ તકલીફ પડે એ માટે તેના સ્ટોરરૂમમાંથી પાંચ મૅનિકિન કાઢીને ગાર્ડનમાં પાર્ટી કરતાં બેઠાં હોય એમ ગોઠવી દીધાં.

આ પણ વાંચોઃ પ્રથમ અન્ડરવૉટર રેસ્ટોરાં શરૂ થઈ નૉર્વેમાં, પીરસશે ૧૮ કોર્સ મીલ 

બે પુરુષો અને ત્રણ મહિલાનાં આ મૅનિકિનને તેણે કોઈ કપડાં સજાવ્યાં જ નહીં. નંગુપંગુ પૂતળાં ગાર્ડનમાં જાણે પાર્ટી કરતાં ખુરસી-ટેબલ પર બેઠાં હોય એમ મૂકી દીધાં હોવાથી પાડોશીને એમાં વધુ અભદ્રતા લાગી. જેસને આગમાં વધુ પેટ્રોલ રેડવા માટે ગાર્ડનમાં એક ખુરસી ખાલી રાખી હતી અને લખ્યું હતું કે જે પાડોશીને ઊંચી ફેન્સથી તકલીફ હતી એના માટે આ સીટ રિઝર્વ રાખવામાં આવી છે.

 

offbeat news hatke news