બિલાડીના મળમાંથી નીકળેલા બીન્સમાંથી બનેલી કૉફી વેચાય છે કૅલિફૉર્નિયામાં

17 May, 2019 09:40 AM IST  |  કેલિફોર્નિયા

બિલાડીના મળમાંથી નીકળેલા બીન્સમાંથી બનેલી કૉફી વેચાય છે કૅલિફૉર્નિયામાં

અમેરિકાના કૅલિફૉર્નિયામાં ક્લેચ કૉફી રોસ્ટર્સ નામની કૉફી શૉપમાં કૉફીનો એક મગ ૭૫ ડૉલર એટલે કે લગભગ ૫૭૫૦ રૂપિયામાં વેચાય છે. કંપનીએ થોડા સમય પહેલાં સૅન ફ્રાન્સિસ્કોમાં આ કૉફીનું ટેસ્ટિંગ લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. માત્ર એક કપ કૉફી સાડાપાંચ હજારથીયે વધુ મોંઘી હોવાનું કારણ એ છે કે એમાં વપરાયેલાં બીન્સ ખાસ પનામાથી આયાત કરવામાં આવ્યાં છે. ખાસ જંગલી બિલાડીને ખવડાવેલાં આ કૉફી બીન્સ છે. મોટા ભાગે બિલાડી કૉફીનાં બીજ અધકચરાં ખાઈને મળમાં કાઢી નાખે છે. મળમાં નીકળેલાં બીન્સને વીણી, સૂકવીને પ્રોસેસ કરીને આ ખાસ કૉફી બની છે જેને કૉપી લુઆક કૉફી કહેવાય છે. પનામામાં તાજેતરમાં ઘણા વખત પછી આ કૉફીનો માત્ર ૫૦ કિલો જેટલો માલ તૈયાર થયેલો જે બધો આ કંપનીએ ખરીદી લીધો છે અને એમાંથી એક-એક મગ સોનાના ભાવે કૉફી વેચાય છે.

આ પણ વાંચોઃ ફ્રાંસઃ778 કરોડમાં વેચાયું એક ઓઈલ પેઈન્ટિંગ

offbeat news hatke news