ફ્રાંસઃ778 કરોડમાં વેચાયું એક ઓઈલ પેઈન્ટિંગ

Published: May 17, 2019, 09:30 IST | ફ્રાંસ

કળાજગતમાં કેટલાક ચિત્રકારોની કલાકારીની કરોડોમાં કિંમત થાય છે. જોકે તાજેતરમાં ફ્રાન્સના સુપ્રસિદ્ધ ચિત્રકાર મોનેટનું એક સર્જન ૧૧૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૭૭૮ કરોડ રૂપિયા જેવી અધધધ કિંમતે વેચાયું હતું.

કળાજગતમાં કેટલાક ચિત્રકારોની કલાકારીની કરોડોમાં કિંમત થાય છે. જોકે તાજેતરમાં ફ્રાન્સના સુપ્રસિદ્ધ ચિત્રકાર મોનેટનું એક સર્જન ૧૧૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૭૭૮ કરોડ રૂપિયા જેવી અધધધ કિંમતે વેચાયું હતું. આ ઑઇલ પેઇન્ટિંગ છે જેનું નામ મ્યુલ્સ છે. પેઇન્ટર મોનેટનાં ચિત્રો આ પહેલાં કદી આટલી મોટી કિંમતે વેચાયાં નથી. ૧૮૯૦ની સાલમાં બનાવેલું આ પેઇન્ટિંગ ખરીદનાર વ્યક્તિનું નામ ઑક્શન હાઉસે જાહેર નહોતું કર્યું. નવાઈની વાત એ છે કે માત્ર આઠ જ મિનિટની હરાજીમાં આ ચિત્ર આટલી તોતિંગ કિંમતે વેચાયું હતું. મોનેટને ફ્રેન્ચ ચિત્રકળાના ફાઉન્ડર મનાય છે અને તેમનું ૧૯૨૬માં ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું.

આ પણ વાંચોઃ રમતાં-રમતાં પડી ગયેલી કન્યાની ગરદન સોંસરવી ઊતરી ગઈ પેન્સિલ

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK