બે મોં અને ત્રણ આંખોવાળું વાછરડું જન્મ્યું, લોકો એની પૂજા કરવા માટે ઊમટી પડ્યા

22 June, 2025 07:04 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ટિકરી કસબામાં એક ગાયે અજીબ દેખાવવાળા વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડાને બે મોં છે અને ત્રણ આંખો છે. આવા વાછરડાના જન્મની વાત જેવી ગામમાં ફેલાઈ કે તરત જ લોકો એને જોવા માટે ભારે માત્રામાં ઊમટી પડ્યા હતા.

બે મોં અને ત્રણ આંખોવાળું વાછરડું જન્મ્યું, લોકો એની પૂજા કરવા માટે ઊમટી પડ્યા

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ટિકરી કસબામાં એક ગાયે અજીબ દેખાવવાળા વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડાને બે મોં છે અને ત્રણ આંખો છે. આવા વાછરડાના જન્મની વાત જેવી ગામમાં ફેલાઈ કે તરત જ લોકો એને જોવા માટે ભારે માત્રામાં ઊમટી પડ્યા હતા. જાહિદ નામના પશુપાલકને ત્યાં જન્મેલા આ બચ્ચાને લોકો ચમત્કાર અને કુદરતનો કરિશ્મા ગણી રહ્યા છે. ભલે દેખાવમાં વાછરડું અજીબ હોય, પરંતુ જન્મદાતા ગાય અને વાછરડાનું સ્વાસ્થ્ય સારું છે. જ્યારે પણ આવું વિશિષ્ટ દેખાવવાળું બચ્ચું જન્મે ત્યારે સ્થાનિક લોકો એની પૂજા કરવા માટે લાઇનો લગાવી દેતા હોય છે અને ટિકરી ગામમાં પણ એવું જ બન્યું છે. એ ભગવાનનો અવતાર છે એમ માનીને લોકો એના પર ફૂલ-માળા ચડાવીને આરતી કરે છે.

uttar pradesh lucknow religion religious places social media viral videos offbeat videos offbeat news