17 February, 2023 11:32 AM IST | London | Gujarati Mid-day Correspondent
સાળા-બનેવી ૧.૫ ટનની લૉરી ખેંચીને બીજી વખત બન્યા ચૅમ્પિયન
ઇંગ્લૅન્ડના બ્લૅકપુલના ૩૬ વર્ષના ચૅરિટી લીડર જેમ્સ બેકર અને પ્રેસ્ટોનના ૩૨ વર્ષના કૅન્સર સર્વાઇવર જાફન ડાર્વેનની સાળા-બનેવીની જોડીએ પોતાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડી સંયુક્તપણે રેકૉર્ડ કાયમ કરવા માટે ઇંગ્લૅન્ડના યૉર્કશરમાં એલ્વિંગ્ટન ઍરફીલ્ડમાં ૧.૫ ટન વજનની લૉરી ખેંચી હતી. તેમનો વ્યક્તિગત રેકૉર્ડ ૨૪ કલાકમાં સૌથી વધુ અંતર સુધી વાહનને ખેંચવાના રેકૉર્ડને સ્થાને હવે તેઓ સંયુક્ત રીતે ૩૨ માઇલ સુધી લૉરી ખેંચવાનો રેકૉર્ડ ધરાવે છે.
આ પણ વાંચો: પાણીમાં સૌથી લાંબા સમય સુધી કિસ કરીને વૅલેન્ટાઇન્સ ડેની કરી ઉજવણી
લગભગ ૧૪ વર્ષ પહેલાં જૉનને લ્યુકેમિયાનું નિદાન થયું ત્યારથી તેઓ એકબીજાને સપોર્ટ કરે છે. સાળા-બનેવી બન્નેમાંથી કોઈ પણ સ્પોર્ટ્સ કે ઍથ્લેટિક્સનું બૅકગ્રાઉન્ડ ધરાવતા નથી. જોકે સફળતા પામવાનું દૃઢ મનોબળ અને ધીરજ તેમને પ્રેરણા આપે છે. દર વર્ષે સાળા-બનેવીની આ જોડી મૅરથૉન અને હાફ મૅરથૉન પૂર્ણ કરીને ચૅરિટી માટે પૈસા એકઠા કરે છે.
આ જોડીએ ૨૦૧૯માં સૌપ્રથમ વાર પોતાનો જ ૨.૧ માઇલનો રેકૉર્ડ બ્રેક કરવાનો વિચાર કરી નવો ૨૧.૧ માઇલનો રેકૉર્ડ કાયમ કર્યો હતો, ત્યાર બાદ તેમણે વ્યાવસાયિક તાલીમ મેળવીને ૨૦૨૧ની ૨૩ ઑક્ટોબરે ૨૨.૧ માઇલ અને લગભગ ૧૦ મહિના પછી ૩૨ માઇલનો નવો રેકૉર્ડ બનાવ્યો હતો.