સૌથી લાંબી ઊનની ધ્વજપતાકા બનાવવા માટે પતાકા ગૂંથવામાં બ્રિટિશરો વ્યસ્ત

03 April, 2020 07:52 AM IST  |  Mumbai Desk

સૌથી લાંબી ઊનની ધ્વજપતાકા બનાવવા માટે પતાકા ગૂંથવામાં બ્રિટિશરો વ્યસ્ત

નવરાશના સમયનો એક અનોખો તોડ બ્રિટિશ નીટિંગ ગ્રુપે ખોળી કાઢ્યો છે. આ ગ્રુપે ફેસબુક પર તેમના સભ્યોને એક જ સાઇઝની ધ્વજપતાકા ગૂંથવાનું કહી દીધું છે. આમેય આ બ્રિટિશ નીટિંગ ગ્રુપના સભ્યો સૌથી લાંબો ધ્વજપટ બનાવી નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કાયમ કરવા માગતા હતા. હવે લૉકડાઉનને કારણે લોકો ઘરેથી કામ કરીને આ પતાકા ગૂંથવામાં વ્યસ્ત થઈ ગયા છે. ડેબોરાહ કસ્ટેન્સ બેકરે ફેસબુક પર લૉન્ગેસ્ટ નીટેડ બન્ટિંગ ગ્રુપ બનાવ્યું છે, જેથી તેઓ ૮ મે સુધીની સમયમર્યાદામાં નીટિંગનું કામ પૂર્ણ કરી શકે. મૂળ યોજના ત્રિકોણાકાર ધ્વજને એક મોટા સંમેલનમાં એકઠા થઈને જોડવાની હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે બધા સભ્યો તેમના ધ્વજપટ સિલ્વરટનના ઘરે પહોંચાડશે જ્યાં બધા ધ્વજને જોડીને લાંબો ધ્વજ તૈયાર કરવામાં આવશે. આ ધ્વજપટને ઑગસ્ટ મહિનાના અંતમાં ડેવન દેશમાં પ્રદર્શિત કરાશે.

covid19 coronavirus international news offbeat news british airways