આ તે ખરો ડૉગપ્રેમઃ એક બહેને ૧૦૬ ડૉગ્સ,બીજાં બહેને ૩૪ પોમરેનિયન પાળ્યાં

18 June, 2019 09:23 AM IST  |  મુંબઈ

આ તે ખરો ડૉગપ્રેમઃ એક બહેને ૧૦૬ ડૉગ્સ,બીજાં બહેને ૩૪ પોમરેનિયન પાળ્યાં

બ્રિટિશ ચૅનલ ફાઇવ પર એક ડૉક્યુમેન્ટરી રજૂ થઈ હતી જેમાં બે ડૉગપ્રેમી મહિલાઓની કહાણી રજૂ કરી છે. લિન્કનશરમાં તમારા લૉઇડ નામની મહિલાએ એક શેલ્ટરમાંથી ડઝનબંધ ડૉગીઓને બચાવીને એને પોતાના ઘરમાં આશરો આપ્યો છે. આ ડૉગીઓની સંખ્યા ૧૦૬ની થઈ ગઈ છે અને તેના ઘરમાં હવે જ્યાં જુઓ ત્યાં ડૉગીઓ જ ફરતા દેખાય છે. આટલાબધા ડૉગીને કારણે તેને ઘર સાફ કરવા માટે હેલ્પર સુધ્ધાં નથી મળતા છતાં તેનો ડૉગપ્રેમ ઘટ્યો નથી. તેણે પોતાના ઘરને જ ઑલ્ટરનેટિવ ઍનિમલ સેન્ક્ચુઅરી બનાવી દીધી છે.

આ પણ વાંચોઃ મુંબઈઃ દાદી થયાં ગ્રૅજ્યુએટ

આવો જ બીજો કિસ્સો છે શૉર્પશરનો. ઝોઇ લુઇસ નામનાં બહેન પોમરેનિયનપ્રેમી છે. તેમના ઘરમાં ઑલરેડી ૩૪ પૉમરેનિયન્સ છે. એમાંથી કેટલીક માદા તો ગર્ભવતી છે એટલે ટૂંક સમયમાં જ ઘરમાં નવા મહેમાનોનું આગમન પણ થશે. આ બન્ને બહેનોની સમસ્યા એ છે કે તેમણે ઉત્સાહમાં આવીને ડૉગીઓને પરિવારના સભ્ય તો બનાવી દીધા છે, પણ તેમના ઉછેર માટે પૂરતું ફન્ડ ઊભું કરી શકાતું નથી.

offbeat news hatke news