વિશ્વના સૌથી મોટા વૉશિંગ મશીન પિરામિડનો રેકૉર્ડ

05 December, 2021 08:01 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ પિરામિડ તૈયાર કરવામાં ૧૪૯૬ રીસાઇકલ્ડ વૉશિંગ મશીનનો ઉપયોગ થયો છે

વૉશિંગ મશીન પિરામિડ

પર્યાવરણ પર પડતી અવળી અસર ઓછી કરવાનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે વધતા જતા ઈ-વેસ્ટ (ઇલેક્ટ્રૉનિક વેસ્ટ)નો સામનો કરવો કે એનો કોઈ કલાત્મક ઉપયોગ કરવો.
બ્રિટનની ઇલેક્ટ્રૉનિક રીટેલર કરી પીસી વર્લ્ડ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં જણાયું હતું કે ૬૮ ટકા બ્રિટિશર્સ સ્થાનિક સંસ્થાઓ, સર્વિસિસ અને રીટેલર્સ દ્વારા ફ્રી કલેક્શન તેમ જ ડ્રૉપઑફ સર્વિસિસની ઑફર કરવામાં આવતી હોવા છતાં તેમના ટેક્નૉલૉજીનાં ઉપકરણોના નિકાલમાં મૂંઝવણ અનુભવતા હોય છે. 
પોતાનો મુદ્દો સ્પષ્ટ કરવા કંપનીએ સૌથી મોટો વૉશિંગ મશીન પિરામિડ તૈયાર કર્યો હતો. બ્રિટિશર્સ માટે ઈ-વેસ્ટ એક ખૂબ જ ધ્યાન માગી લેતી સમસ્યા છે, કેમ કે એક વ્યક્તિ તેના જીવનકાળ દરમ્યાન સરેરાશ ૧૪.૫ લાખ ટન ઈ-વેસ્ટ જનરેટ કરે છે. 
આ પિરામિડ તૈયાર કરવામાં ૧૪૯૬ રીસાઇકલ્ડ વૉશિંગ મશીનનો ઉપયોગ થયો છે. પિરામિડનો સ્ક્વેર બેઝ ૨૫૬ વૉશિંગ મશીનનો બનેલો હતો, જેની સાઇડ્સ  ૯.૬૪ મીટર (૩૧૦ ફીટ, ૭.૫ ઇંચ) હતી. ઊંચાઈ ૧૩.૬૦ મીટર (૪૪ ફીટ, ૭ ઇંચ) હતી. આ પિરામિડ તૈયાર કરવા કરીઝે ઍન્સકૉફ ટ્રેઇનિંગ સર્વિસિસનો સહયોગ મેળવ્યો હતો, જેમણે ક્રેન સેફ્ટી મેઝર્સ પૂરી પાડવામાં સહાય કરી હતી. વિવિધ કદનાં વૉશિંગ મશીન એકબીજા પર ગોઠવીને પિરામિડ બનાવવા માટે લૅન્કેશરમાં બરી સ્થિત કારપાર્કની જગ્યા ઉપયોગમાં લેવાઈ હતી. પિરામિડ તૈયાર કરવામાં ‍વપરાયેલાં તમામ વૉશિંગ મશીનને રીસાઇકલ કરવામાં આવશે. 

offbeat news international news guinness book of world records