સાંકડા કૉન્ક્રીટ રૅમ્પ પર સાહસિક સ્કેટબૉર્ડરે જીવ જોખમમા મુક્યો

30 November, 2019 08:53 AM IST  |  Brazil

સાંકડા કૉન્ક્રીટ રૅમ્પ પર સાહસિક સ્કેટબૉર્ડરે જીવ જોખમમા મુક્યો

સૅન્ડ્રો ડાયસે

બ્રાઝિલના સાઓ પાઓલોમાં ૪૪ વર્ષના સ્કેટબૉર્ડર સૅન્ડ્રો ડાયસે એસ્ટાયાદિન્હા બ્રિજ પર સૌના શ્વાસ અધ્ધર થઈ જાય એવો સ્ટન્ટ કર્યો હતો. તેણે ૧૫૦ ફુટ ઊંચાઈ ધરાવતા સસ્પેન્શન બ્રિજના સાંકડા કૉન્ક્રીટ રૅમ્પ પર સ્કેટિંગના અવનવા કરતબ સહેલાઈથી કરી બતાવ્યા હતા. પચીસ વર્ષથી પ્રોફેશનલ સ્કેટબૉર્ડર તરીકે સક્રિય સૅન્ડ્રો ડાયસે અનેક વખત નાના-નાના કૂદકા અને ગુલાંટ સહિત અનેક ટ્રિક્સ અજમાવી હતી. એનાં ફુટેજનું ફિલ્મિંગ રેડ બુલે કર્યું હતું. ડાયસ ૬ વખત સ્કેટબૉર્ડિંગ ટાઇટલ્સ જીત્યો છે.
સૅન્ડ્રો ડાયસે જણાવ્યું હતું કે ‘મેં ઘેલછાભરી અનેક ચૅલેન્જ પાર પાડી છે એમાંનો એક આ અનુભવ હતો. એમાં ટેક્નિકલ કરતાં સાયકોલૉજિકલ અનુભવ વિશેષ હતો. સાઓ પાઓલોમાં ઊજવાતા વિરાદા કલ્ચુરા નામના ઉત્સવને પ્રમોટ કરવાના ઇરાદાથી આ જોખમી સ્ટન્ટ પર્ફોર્મ કરવામાં આવ્યો હતો.’

hatke news offbeat news