દયાળુ ચોરઃ મહિલાના માથા પર કિસ કરી કહ્યું- નથી જોઈતા તમારા પૈસા

19 October, 2019 03:57 PM IST  |  બ્રાઝિલ

દયાળુ ચોરઃ મહિલાના માથા પર કિસ કરી કહ્યું- નથી જોઈતા તમારા પૈસા

બ્રાઝિલનો દરિયાદિલ ચોર

તમે દુનિયામાં એકથી વધુ એક ચોર જોતા હશો, જે ચોરી કરવા માટે મારપીટ કે કોઈની હત્યા કરવાથી પણ અટકતા નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક ચોરનો એક વીડિયો વાયરલ થયો છે, જેને જોયા બાદ તમે તેને દયાળુ ચોર કહેશ તો ખોટું નહિં હોય, ચોરે મહિલાના માથા પર કિસ કરીને તેની પાસેથી પૈસા લેવાનો ઈન્કાર કરી દીધો.

આ ઘટના બ્રાઝિલની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં બંદૂકધારી બે ચોર લૂંટના ઈરાદાથી અચાનક દવાની દુકાનમાં આવ્યા અને દુકાનના કર્મચારી પાસેથી પૈસાની માંગણી કરી. આ દરમિયાન દુકાનમાં એક વૃદ્ધ મહિલા પણ હતી. તે પણ તેના પૈસા કાઢીને આપવા લાગી, પરંતુ ચોરે તે મહિલાના પૈસા લેવાનો ઈન્કાર કરી દીધો.

ચોરે મહિલાના માથા પર કિસ કરી અને કહ્યું કે, નહીં મેમ, તમે શાંત રહો, મને તમારા પૈસા નથી જોતા. રિપોર્ટસ પ્રમાણે, ચોર બાદમાં લગભગ 71 હજાર રૂપિયા અને કેટલોક સામાન લઈને દુકાનથી ફરાર થી ગયા. આ અનોખી ચોરીનો વીડિયો 17 ઑક્ટોબરે યુટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.

આ પણ જુઓઃ મળો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ 'હેલ્લારો'ની ટેલેન્ટેડ અભિનેત્રીઓને...

offbeat news hatke news brazil