ચમચી ખરીદી ૯૦ પૈસામાં અને વેચી બે લાખ રૂપિયામાં

02 August, 2021 10:20 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

પાંચ ઇંચની આ ચમચી ખરીદી અને જોયું કે તેની ડિઝાઇન ૧૩મી સદીના રોમન યુરોપિયન સ્ટાઇલની છે અને આ ચમચીમાં ચાંદી પણ છે

ચમચી

વાસ્તવમાં આ ભાઈએ લંડનમાં નકામી ચીજોના વેચાણની બજાર જેવા સ્થળે માત્ર ૯૦ પૈસામાં એક ચમચી ખરીદી હતી. અન્ય સામાન્ય ચમચીઓ સાથે એ ચમચી મિક્સ થઈ ગઈ હતી. જોકે આ ચમચીની લિલામીમાં તેને લગભગ બે લાખ રૂપિયા મળ્યા હોવાનો એક મીડિયા-હાઉસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.

તે એક દિવસ બજારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર આ ચમચી પર પડી હતી અને ત્યારે જ તેને થયું કે આ કોઈ સામાન્ય ચમચી નથી જ. તેણે પાંચ ઇંચની આ ચમચી ખરીદી અને જોયું કે તેની ડિઝાઇન ૧૩મી સદીના રોમન યુરોપિયન સ્ટાઇલની છે અને આ ચમચીમાં ચાંદી પણ છે. ત્યાર બાદ તેણે ઑનલાઇન પોર્ટલ પર ૫૨,૦૦૦ રૂપિયામાં આ ચમચી વેચવાની શરૂઆત કરી હતી અને એ લિલામીમાં છેલ્લે તેને આ ચમચીના ૨૩૭૫ પાઉન્ડ (અંદાજે ૧.૯૭ લાખ રૂપિયા) મળ્યા હતા.

આ ભાઈએ પોતાની ઓળખ જાહેર નથી કરી, પરંતુ તેની આ ચમચીની હરાજી કરનાર કંપનીએ આ સ્ટોરી શૅર કરી હતી. ચમચીની લિલામીથી મળનારા પૈસાથી આ ભાઈ ઈસ્ટ ઇંગ્લૅન્ડના પ્રવાસે જવા વિચારે છે.

offbeat news international news london