સૌથી મોટી ગેલેક્સીની મળી ગઈ ભાળ, હલ થઈ શકે છે બ્રહ્માંડના અનેક રહસ્યો

26 October, 2019 11:09 AM IST  |  યૂએસ

સૌથી મોટી ગેલેક્સીની મળી ગઈ ભાળ, હલ થઈ શકે છે બ્રહ્માંડના અનેક રહસ્યો

(પ્રતિકાત્મક તસવીર)

ખગોળવિદોએ અંતરિક્ષમાં એક એવી આકાશગંગાનો પતો લગાવ્યો છે, જે બ્રહ્માંડના વાદળો વચ્ચે છુપાયેલી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ આકાશગંગા શરૂઆતના બ્રહ્માંડ કરતા પણ જૂની છે. ખગોળવિદોનો દાવો છે કે આ અત્યાર સુધીમાં શોધવામાં આવેલી સૌથી મોટી ગેલેક્સી છે. જે નવી ગેલેક્સીની શોધ કરવા માટે ખગોળ વિજ્ઞાનીઓને પ્રોત્સાહિત કરી શકે છે.

અમેરિકાની મેસાચ્યુસેટ્સ યુનિ.ના સંશોધકોએ કહ્યું કે, આ શોધ અમને બ્રહ્માંડની કેટલીક સૌથી મોટી ગેલેક્સીના શરૂઆતના સમય વિશે નવી જાણકારી આપે છે. સાથે જ તેની વિશે એક પહેલ રજૂ કરે છે. ઑસ્ટ્રેલિયાની સ્વાઇનબર્ગ પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયના શોધકર્તા અને આ અધ્યયનના સહલેખર ઈવો લાબેએ કહ્યું કે, આ એક વિશાળકાય આકાશગંગા છે, જેમાં લગભગ એટલા જ તારા છે જેટલા આપણ આકાશગંગામાંછે. પરંતુ તેમાં ફરક એ છે કે આ તારાઓની ગતિશીલતા આપણી આકાશગંગા કરતા સો ગણી વધુ છે.

રહસ્યમય આકાશગંગા
આ અધ્યયયની મુખ્ય લેખિકા ક્રિસ્ટીના વિલિયમ્સે કહ્યું રે, આ ખૂબ જ રહસ્યમય આકાશગંગા છે, તેનો પ્રકાશ અન્ય આકાશગંગાઓથી અલગ છે. જ્યારે મે જોયું કે આકાશગંગા કોઈ અન્ય તરંગ દ્રશ્યમાં દેખાતી નથી, તો તેના પ્રત્યે અમારો ઉત્સાહ વધી ગયું, કારણ કે તેનો મતલબ છે કે સંભવતઃ આ આકાશગંગા અંતરિક્ષમાં ધૂળના વાદળો વચ્ચે છુપાયેલું છે.

હલ થઈ શકે બ્રહ્માંડનું રહસ્ય
શોધકર્તાઓના અનુસાર, તેનું સિગ્નલ એટલું દૂરથી આવ્યું હતું કે પૃથ્વી સુધી પહોંચવામાં લગભગ સવા કરોડ લાગી ગયા. ખગોળવિદોનું કહેવું છે કે આ ખોજ ખગોળ વિજ્ઞાનમાં લાંબા સમય સુધી ચાલતી આવી રહેલા રહસ્યોને હલ કરી શકે છે અને સૈદ્ધાંતિક રૂપથી આ ખૂબ જ જલ્દી પરિરક્વ થઈ જાય છે. એ સિવાય એ પણ ખબર પડી શકે છે કે હબલ સ્પેસ ટેલિસ્કોપથી જોવા મળનારી નાની આકાશગંગાઓ તેજ ગતિથી કેમ નથી આગળ વધી રહી?

આ પણ જુઓઃ જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

આ પહેલા ખગોળશાસ્ત્રીએ એક ભારતીય ટેલિસ્પકોપની મદદથી બ્રહ્માંડમાં અત્યાર સુધીની સૌથી દૂર આવેલી આકાશગંગાની શોધ કરી હતી. પુણે સ્થિત ગેંટ મીટર-વેવ રેડિયો ટેલિસ્કોપ દ્વારા શોધવામાં આવેલી આવેલી આ ગેલેક્સી એ સમયની જણાવવામાં આવી હતી જ્યારે બ્રહ્માંડની ઉત્પતિને વધારે સમય નહોતો થયો.

offbeat news hatke news