Bengaluru Viral Video: કૉફી પીતાં પીતાં વર્ચ્યુઅલ દુનિયામાં પહોંચી ગયો આ શખ્સ

19 March, 2024 11:57 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Bengaluru Viral Video: તાજેતરમાં જ બેંગલુરુમાં એક વ્યક્તિએ વર્ચ્યુઅલ હેડસેટ પહેરીને રેસ્ટોરન્ટમાં કૉફી પીતો જોવા મળ્યો હતો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

Bengaluru Viral Video: હવે તો આધુનિક યુગમાં એવા એવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં ટેકનોલોજીના મદદથી માનવે અવનવા પ્રયોગો કર્યા છે. દિવસે ને દિવસે વર્ચ્યુઅલ ટેકનોલોજીનો વ્યાપ વધતો જોવા મળે છે. તાજેતરમાં જ વર્ચ્યુઅલ રિયાલિટીનું તાજું ઉદાહરણ જોવા મળ્યું હતું. જે જોઈને તમે પણ નવાઈ પામશો, 

આજે વર્ચ્યુઅલ ટેકનોલોજીનો લોકો જુદો જુદો ઉપયોગ કરતાં હોય છે. ક્યારેક તેના મદદથી કોઈક સમસ્યાનો હલ શોધવામાં આવે છે તો ક્યારેક માણસ પોતાના મોજ ખાતર તેનો ઉપયોગ કરે છે. 

વર્ચ્યુઅલ હેડસેટ પહેરીને જમવા બેઠો એક શખ્સ 

ઘણીવાર વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી કોઈ હેડસેટ સાથે ફરતા જોવા મળે છે તો કોઈ ફક્ત ગેમિંગ માટે હેડસેટનો ઉપયોગ કરે છે. તાજેતરમાં જ બેંગલુરુમાં એક વ્યક્તિએ વર્ચ્યુઅલ હેડસેટ પહેરીને રેસ્ટોરન્ટમાં કૉફી પીતો જોવા (Bengaluru Viral Video) મળ્યો હતો. જેનો તાજેતરમાં જ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

વાયરલ પોસ્ટમાં શું દર્શાવવામાં આવ્યું છે?

આ પોસ્ટમાં જોવા મળે છે તેમ એક વ્યક્તિ રેસ્ટોરન્ટમાં બે સીટર ટેબલ પર એકલો બેઠેલો જોઈ શકાય છે. આ વ્યક્તિ સામે ટેબલ પર એક કોફીનો કપ પણ દેખાઈ રહ્યો છે. વળી તે પોતાના હાથ વડે કૈંક હાવભાવ કરતો હોય એવું પણ જણાઈ રહ્યું છે. વિડિયો (Bengaluru Viral Video) એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે "ભારતીય ટેક બ્રૉ કૂલ ટેસ્ટિંગ કરી રહ્યો છે...”

વીડિયોને મળ્યો છે અદભૂત પ્રતિસાદ

જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે ત્યારથી ઘણી કોમેન્ટથી તેને વધવવામાં આવી રહ્યો છે. કેટલાકને તો આ વીડિયો મનોરંજક લાગી રહ્યો છે. તો કેટલાક લોકોએ તો આ યુઝરને ટેક્નોલોજીના ગેરફાયદા વિશે ચેતવણી આપવાનું પણ શરૂ કરી દીધું હતું. 

એકે વ્યક્તિએ આ પોસ્ટ (Bengaluru Viral Video) પર કહ્યું હતું કે,  "આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે." જ્યારે બીજા વ્યક્તિએ લખ્યું હતું કે, “વિઝન પ્રો ઝોમ્બિઓ બેંગલુરુની શેરીઓમાં આવી ગયા છે." આવી તો અનેક કમેન્ટ્સ આ વીડિયો પર કરવામાં આવી રહી છે. જ્યારે કેટલાક લોકોએ ધ્યાન પણ દોર્યું હતું કે શહેરના તમામ રસ્તાઓ પર VR હેડસેટ સાથે ફરવું જોખમ ભર્યું સાબિત થઈ શકે છે. તો કોઇકે લખ્યું હતું કે, “આમ વર્ચ્યુઅલ હેડસેટ પહેરીને કોરમંગલામાં ફરવું અતિશય ગંભીર છે. કારણકે શહેરના રસ્તાઓ ખાડાઓથી ભરેલા છે.”

હજી તો થોડા સમય પહેલા જ વરુણ માયા નામના એક વ્યક્તિને ઈન્દિરાનગરમાં વિઝન પ્રો સાથે ફૂટપાથ પર ચાલતો જોવા મળ્યો હતો. આ બાબતની પોસ્ટ આયુષ પ્રણવ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કરવામાં આવી હતી. હવે આ રીતે વર્ચ્યુઅલ હેડસેટ સાથે જમતા વ્યક્તિની પોસ્ટ પણ લોકોમાં ખૂબ વાયરલ થઈ રહી છે.

offbeat videos offbeat news social media social networking site bengaluru