ચીનના કોરોના વાઇરસથી વિશ્વભરમાં હાહાકાર, મૃત્યુઆંક 9એ પહોંચ્યો

23 January, 2020 12:50 PM IST  |  Beijing

ચીનના કોરોના વાઇરસથી વિશ્વભરમાં હાહાકાર, મૃત્યુઆંક 9એ પહોંચ્યો

કોરોના વાઇરસ

ચીનમાં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાઇરસના કારણે ચીનમાં અત્યાર સુધી ૯ લોકોનાં મોત થયાં છે અને ૪૪૦ લોકો તેનાથી પ્રભાવિત છે. આ વાઇરસ ચીનના વુહાન શહેરથી ફેલાઈને હવે અમેરિકા સુધી પહોંચી ગયો છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાઇરસનો પહેલો કેસ નોંધાયો હોવાની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે પીડિતની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા આવ્યો છે. જોકે તે વુહાનના સી-ફૂડ બજારમાં નહોતો ગયો જે વાઇરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પની હત્યા કરનારને 21 કરોડનું ઇનામ અપાશે : ઈરાનના સંસદસભ્યનું એલાન

યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ કોરોના વાઇરસ અનેક વાઇરસોનો સમૂહ છે જે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ વાઇરસને ‘ઝૂનોટિક’ તરીકે ઓળખે છે, એટલે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાઇરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.

beijing china offbeat news hatke news