આજકાલ ચીનના પુરુષો પહેરે છે બીજિંગ બિકિની

28 May, 2026 02:36 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

બહુ પહેલાં ચીનની રાજધાની બીજિંગમાં લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે ખાસ બપોરના સમયે ટી-શર્ટ ઉપર ચડાવી લેતા હતા. જોકે હવે તો ચીનના તમામ ગરમ વિસ્તારોમાં આ પ્રથા જોવા મળે છે. 

ચીનમાં ભરબજારે તમને બિકિની પહેરેલા પુરુષો જોવા મળી જશે

બિકિની તો સ્ત્રીઓ જ પહેરે અને એ પણ મોટા ભાગે બીચસાઇડ કે પૂલસાઇડ રિસૉર્ટ્સમાં જ. આવું જો તમે માનતા હો તો ખોટું છે. ચીનમાં ભરબજારે તમને બિકિની પહેરેલા પુરુષો જોવા મળી જશે. ચાની ટપરી પર ચા પીતા હોય કે બજારમાં ખરીદી કરવા જતા હોય, કેટલાય પુરુષો સ્થાનિક ભાષામાં ‘બીજિંગ બિકિની’ તરીકે ઓળખાતી સ્ટાઇલમાં જોવા મળશે. આ ફૅન્સી નામ અપાયું છે પુરુષોના નૉર્મલ કપડાંને જ. સુતરાઉ કાપડના ટી-શર્ટ કે શર્ટને પેટ પરથી ઊંચું કરી લેવાની સ્ટાઇલને કહેવાય છે બીજિંગ બિકિની. આ સ્ટાઇલ કોઈ ફૅશનને કારણે નહીં પણ ગરમીથી ત્રસ્ત થઈને અપનાવાયેલી છે. ગરમી, બફારો એટલો ભારે છે કે પુરુષો શરીરને ઠંડું રાખવા અને પેટ પર બહારની હવા અડે તો પસીનો ઓછો થાય એ માટે ટી-શર્ટને પેટ પરથી ઉઠાવીને સ્ત્રીઓએ બ્લાઉઝ પહેર્યું હોય એટલું ઊંચું ઉઠાવી લે છે. આ ફૅશન યંગસ્ટર્સમાં નહીં પણ આધેડ વયના અને મોટું પેટ ધરાવતા લોકોમાં વધુ જોવા મળી છે. ગોળમટોળ હોય એવા લોકોને ગરમી પણ બહુ લાગે છે એટલે ચીનમાં પુરુષો પબ્લિક પાર્ક, રસ્તાઓ, કૅફે કે કોઈ પણ જાહેર સ્થળે બિન્ધાસ્ત પેટ ખોલીને બેસી જાય છે. આ સ્ટાઇલનું નામ બીજિંગ બિકિની કેવી રીતે પડ્યું એ ખબર નથી, પરંતુ લોકોનું કહેવું છે કે બહુ પહેલાં ચીનની રાજધાની બીજિંગમાં લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે ખાસ બપોરના સમયે ટી-શર્ટ ઉપર ચડાવી લેતા હતા. જોકે હવે તો ચીનના તમામ ગરમ વિસ્તારોમાં આ પ્રથા જોવા મળે છે. 

offbeat news beijing china fashion news fashion