121 વર્ષ પહેલા ધરપકડ કરાયેલું આ વૃક્ષ આજે પણ છે બેડીઓમાં કેદ, જાણો કારણ

19 August, 2019 02:19 PM IST  |  લાહોર

121 વર્ષ પહેલા ધરપકડ કરાયેલું આ વૃક્ષ આજે પણ છે બેડીઓમાં કેદ, જાણો કારણ

આજે પણ સાંકળોમાં કેદ છે આ વૃક્ષ

અપરાધીઓની ધરપકડ કરવાના કિસ્સાઓ તો તમે બહુ સાંભળ્યા હશે, પરંતુ શું તમે વૃક્ષની ધરપકડ કરવામાં આવી હોવાનું સાંભળ્યું છે. અને તે પણ એક કે બે વર્ષ નહીં, પરંતુ 121 વર્ષ પહેલા, એટલે કે અંગ્રેજોના શાસનથી. મહત્વની વાત એ છે કે વડનું ઝાડ આજે પણ સજા કાપી રહ્યું છે. આ મામલો વર્ષ 1898નો છે જ્યારે પાકિસ્તાન, ભારતનો ભાગ હતું.

અંગ્રેજી અધિકારીએ આપ્યો ધરપકડનો આદેશ
વાત એવી છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આવેલા લંડી કોટલ આર્મી કેન્ટોનમેન્ટમાં તહેનાત એક અધિકારી જેમ્સ સ્ક્વિડ શરાબના નશામાં ધૂત થઈને પાર્કમાં ફરી રહ્યા હતા. અચાનક તેમને લાગ્યું કે વૃક્ષ હુમલો કરવા માટે તેમની તરફ આવી રહ્યું છે. તેમણે તરત જ પોતાના સૈનિકોને આ વૃક્ષની ધરપકડ કરવા માટેનો આદેશ સંભળાવ્યો. જે બાદ વડના વૃક્ષની શંકાના આધારે સિપાહીઓએ ધરપકડ કરી લીધી. અને ત્યારથી જ આ વૃક્ષ લોખંડની સાંકળોમાં કેદ છે.

અધિકારીને થયો ભૂલનો અહેસાસ
અંગ્રેજ અધિકારી જેમ્સ જ્યારે હોશમાં આવ્યા ત્યારે તેમને પોતાની ભૂલનો અનુભવ થયો, પરંતુ તેણે વૃક્ષની સાંકળો ન ખોલી. તેઓ લોકોને સંદેશો આપવા માંગતા હતા કે અંગ્રેજી શાસનની વિરુદ્ધ જશે તેનો આવો જ હાલ થશે.

આ પણ જુઓઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

વૃક્ષ પર તક્તીમાં લખાયું છે I am Under arrest
આ વૃક્ષ પર એક તક્તી પણ લટકેલી જોવા મળે છે. જેના પર લખ્યું છે I am Under arrest. સાથે જ આખો કિસ્સો પણ લખવામાં આવ્યું છે. સમયની સાથે ભારત અને પાકિસ્તાન અલગ પણ થઈ ગયા. પરંતુ આ વૃક્ષ આજે પણ અંગ્રજી શાસનના કાળા કાયદાની યાદ અપાવે છે. આ વૃક્ષ બ્રિટિશ શાસન દરમિયાનના ફ્રંટિયર ક્રાઈમ રેગ્યુલેશન કાયદાની ક્રૂરતા દર્શાવે છે. પશ્તૂનીઓના વિરોધનો મુકાબલો કરવા માટે આ કાયદાનો લાગૂ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત પશ્તૂનીઓને શંકાના આધારે સીધો દંડ આપી શકાતો હતો.

pakistan hatke news offbeat news