એવું તે શું છે આ વેડિંગ ફોટોગ્રાફમાં કે ICCએ પણ કર્યા શૅર?

21 October, 2020 09:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એવું તે શું છે આ વેડિંગ ફોટોગ્રાફમાં કે ICCએ પણ કર્યા શૅર?

તસવીર સૌજન્યઃ આઈસીસીનું ટ્વીટર અકાઉન્ટ

જ્યારે કપલના લગ્ન થાય ત્યારે દરેકની ઈચ્છા હોય કે તેમનો ફોટોશૂટ કોઈ સુંદર લોકેશનમાં થાય, જેમ કે કોઈ હીલ સ્ટેશનમાં કે બરફવાળા વિસ્તારમાં જેથી લગ્નનો આલ્બમ હંમેશા માટે યાદગાર રહે. પરંતુ બાંગ્લાદેશની મહિલા ક્રિકેટર સંજિદા ઈસ્લામે એક અલગ જ અંદાજમાં લગ્ન પહેલા ફોટોશૂટ કર્યો છે.

સંજિદા ઈસ્લામે ક્રિકેટની પીચ ઉપર બેટ પકડીને ફોટોશૂટ કર્યો છે, જેના ફોટોઝ સોશ્યલ મીડિયામાં વાયરસ થયા છે. આ ફોટોઝ એટલા વાયરલ થયા કે ICCએ પણ આ વાતની નોંધ લઈને તેમના અધિકૃત અકાઉન્ટથી ફોટોઝ શૅર કર્યા છે.

ફોટામાં સંજિદાએ નારંગી રંગની સાડી પહેરી છે, તેમ જ વજનદાર બંગળીઓ અને ફૂલથી બનેલા આભૂષણ પહેર્યા છે. સંજિદાએ રંગપુરના એક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર મિમ મોસાદેક સાથે લગ્ન કર્યા છે. આઈસીસીએ ફોટો શૅર કરતા કહ્યું કે, ડ્રેસ, જ્વેલરી, ક્રિકેટ બેટ... ક્રિકેટરનું વેડિંગ ફોટોશૂટ આવો હોવો જોઈએ.

સંજિદાએ ઑગસ્ટ 2012માં આયરલૅન્ડ વિરુદ્ધ ટી-20 રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ એશિયા કપ ટી-20 પ્રથમ વખત વર્ષ 2018માં જીત્યું તે વખતે સંજિદા આ ટીમની એક ખેલાડી હતી.

sports cricket news offbeat news international cricket council twitter