આ ભાઈએ માઇનસ ૯૬ તાપમાનવાળા સૌથી ઠંડા શહેરમાં થીજેલા કેળાથી ખિલ્લી લગાડી

30 July, 2021 11:12 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

એક સમયે લોકોને એકાંતવાસની સજા કરવા માટે યાકુત્સક શહેરમાં મોકલાતા હતા

ફિલ્મમેકર સેનેટ

વિશ્વનું સૌથી ઠંડું શહેર યાકુત્સક વિશ્વના એકાંત વિસ્તારમાં આવેલું છે, જેનું તાપમાન માઇનસ ૯૬ ફૅરનહાઇટ (૭૧ ડિગ્રી સેલ્શિયસ) છે. આ શહેરમાં વાતાવરણ એટલું ઠંડું છે કે લોકો લાકડું કાપવા માટે પણ થીજેલા કેળાનો ઉપયોગ કરે છે. ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર સેનેટે તાજેતરમાં રશિયાના યાકુત્સકની મુલાકાત લઈને એનો વિડિયો ફિલ્માવ્યો હતો. તેણે થીજેલા કેળાથી લાકડામાં ખિલ્લી ઠોકી બેસાડી હતી.

એક સમયે લોકોને એકાંતવાસની સજા કરવા માટે યાકુત્સક શહેરમાં મોકલાતા હતા. સેનેટે અપલોડ કરેલા વિડિયોમાં એક તબક્કે ગરમ ઊકળતું પાણી હવામાં ઉછળાતું દેખાડાય છે જે હવામાં જ સખત બનીને બરફના ચોસલામાં ફેરવાઈ જાય છે. સેનેટના જણાવ્યા અનુસાર અહીં કોઈ વ્યક્તિ મેટલની ફ્રેમ ધરાવતાં ચશ્માં ન પહેરી શકે, કેમ કે મેટલ બરફમાં જામીને ચામડી સાથે ચોંટી જઈ શકે છે. આ શહેરમાં કાર હોવી એ પણ એક મોટી સમસ્યા છે, કેમ કે વર્ષના સાતથી આઠ મહિના વાતાવરણમાં ઠંડીનું સામ્રાજ્ય હોવાથી કાર ચલાવવી શક્ય નથી.

offbeat news international news russia