સેલોટેપ જેવા દેખાતા બ્રેસલેટના તમે ત્રણ લાખ આપો?

28 March, 2024 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બ્રેસલેટ પૅરિસ ફૅશન વીકના ફૉલ/વિન્ટર 2024 કલેક્શન દરમ્યાન લૉન્ચ કરવામાં આવ્યું હતું.

બૅલેન્સિયાગાનું બ્રેસલેટ

લક્ઝરી ફૅશન-બ્રૅન્ડ બૅલેન્સિયાગા તેના હાઈ-એન્ડ અને વિચિત્ર પ્રોડક્ટ્સ માટે જાણીતી છે જેણે તાજેતરમાં એક બ્રેસલેટ લૉન્ચ કર્યું છે. તમે આ બ્રેસલેટ પહેરો કે સેલોટેપ રોલ, કોઈ ફરક નથી પડતો, કારણ કે એ ખરેખર ટેપ જેવું લાગે છે. હા, એક તફાવત એ છે કે આ ઍડહેસિવ ટેપ જેવા દેખાતા બ્રેસલેટ પર બૅલેન્સિયાગાનો લોગો છે. આ બ્રેસલેટ પૅરિસ ફૅશન વીકના ફૉલ/વિન્ટર 2024 કલેક્શન દરમ્યાન લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ બ્રેસલેટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું હતું અને લોકો એની કિંમત સાંભળીને જ ચોંકી ગયા હતા. રિપોર્ટ અનુસાર જો કોઈ બૅલેન્સિયાગાનું આ ક્લિયર ટેપ બ્રેસલેટ ખરીદે તો તેણે ૪૦૦૦ ડૉલર એટલે કે લગભગ ત્રણ લાખ રૂપિયા ચૂકવવાના રહેશે! એક યુઝરે લખ્યું કે આ આખી બ્રૅન્ડ જ એક મોટી જોક છે. અગાઉ બૅલેન્સિયાગાએ ગાર્બેજ બૅગ જેવું લાગતું લેધર પાઉચ લગભગ દોઢ લાખ રૂપિયામાં વેચ્યું હતું. 

offbeat videos offbeat news fashion