પાકિસ્તાનની આ યુનિ.નું અજીબ ફરમાન, છોકરા-છોકરી સાથે નહીં ફરી શકે

27 September, 2019 11:14 AM IST  |  ઈસ્લામાબાદ

પાકિસ્તાનની આ યુનિ.નું અજીબ ફરમાન, છોકરા-છોકરી સાથે નહીં ફરી શકે

પાકિસ્તાનની યુનિવર્સિટીનું અજીબ ફરમાન(પ્રતિકાત્મક તસવીર)

પાકિસ્તાનની એક યુનિવર્સિટીએ એક અજીબો ગરીબ ફરમાન બહાર પાડ્યું છે. પાકિસ્તાનના પ્રાંત ખૈબર પખ્તૂનખ્વાના ચારસદ્દામાં સ્થિત બાચા ખાન વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને એકસાથે ફરવા પર રોડ લગાવી દેવામાં આવી છે.

આ સર્ક્યુલર 23 સપ્ટેમ્બરે ખાન યુનિવર્સિટીના સહાયક ચીફ પ્રૉક્ટર ફરમુલ્લાહે જાહેર કર્યું હતું. આ નોટિસ જાહેર કરતા છોકરા છોકરીના સાથે ફરવા પર પાબંદી લગાવવા માટે કપલિંગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે આ એક્ટિવિટી ગૈર-ઈસ્લામિક છે અને વિદ્યાર્થીઓને એવી ગતિવિધિઓમાંથી સામેલ થવાથી તેઓ રોકે છે. તેમાં એ પણ લખાવામાં આવ્યું છે કે જો છોકરો અને છોકરી સાથે ફરતા નજર આવ્યા તો તેના ફરિયાદ તેમના માતા-પિતાને કરવામાં આવશે. જે માટે તેમણે ભારે દંડ ચુકવવો પડશે.

આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

સાથે વિદ્યાર્થીઓને સૂચિક કરવામાં આવ્યું છે કે, વિશ્વવિદ્યાલયમાં અનૈતિક ગતિવિધિઓ ચાલી રહી છે. જેને સહન નહીં કરવામાં આવે. યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ સમજી લે કે કપલિંગ એટલે કે છોકરા છોકરીને સાથે ફરવાની મંજૂરી નથી. તેમ છતા આવું થાય છે તો તેના પર કાર્રવાઈ કરવામાં આવશે. યુનિવર્સિટીના આ સર્ક્યુલર પર સવાલો પણ ઉઠી રહ્યા છે.

pakistan hatke news offbeat news