૧.૫ કરોડમાં ૧ કિસ્સો: આૅસ્ટ્રેલિયન મહિલાએ જન્મ આપ્યો ૪ આઇડેન્ટિકલ ક્વૉડ્રપ્લેટ્

23 July, 2026 07:59 PM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ એક જ ગર્ભનાળ સાથે જોડાયેલા ચાર આઇડેન્ટિકલ બાળકોને જન્મ આપીને મેડિકલ જગતને આશ્ચર્યમાં મૂકી દીધું છે. 1.5 કરોડ જન્મમાં એક વખત બનતી આ દુર્લભ ઘટના બાદ પરિવાર હવે આઠ સંતાનોની જવાબદારી સંભાળવાની તૈયારી કરી રહ્યો છે.

૧.૫ કરોડમાં ૧ કિસ્સો: આૅસ્ટ્રેલિયન મહિલાએ જન્મ આપ્યો ૪ આઇડેન્ટિકલ ક્વૉડ્રપ્લેટ્

ઑસ્ટ્રેલિયાની એક મહિલાએ એકસાથે ચાર આઇડેન્ટિક બાળકોને જન્મ આપીને મેડિકલ જગતને ચોંકાવી દીધું હતું. એકસાથે ચાર બાળકો જન્મ્યાં એ બહુ નવાઈની વાત નહોતી, પરંતુ આ ચારેય બાળકો એક જ ગર્ભનાળ સાથે જોડાયેલાં હતાં અને આઇડેન્ટિકલ ક્વૉડ્રપ્લેટ્સ હતાં. એનો મતલબ એ થાય કે આ ચારેય બાળકોના જન્મ માટે મહિલાના એક જ અંડકોષનું એક જ શુક્રાણુ સાથે ફલિકરણ થયું હતું. એ ફલિકરણ પછી એમાંથી ચાર અલગ ભ્રૂણ પેદા થયાં હતાં. આ એવાં એકસરખા બાળક છે જે મા અને બાપ બન્નેના એક જ કોષમાંથી પેદા થયેલાં છે. કહેવાય છે કે મેડિકલ વિશ્વમાં આવો કિસ્સો ૧.૫ કરોડ જન્મમાંથી એકાદ વાર બને છે. જોકે એમાં પણ બાળકના સર્વાઇવલનો ચાન્સ બહુ ઓછો હોય છે. જોકે આ ચારેય સંતાનો એક જ ગર્ભનાળ સાથે જોડાયેલાં હોવા છતાં પ્રમાણમાં એકદમ હેલ્ધી છે. 
જોકે મેડિકલ જગત માટે જે ચમત્કાર છે એ બાળકોનાં મમ્મી-પપ્પા માટે માથાનો દુખાવો બની ગયો છે. એનું કારણ એ છે કે આ યુગલને ઑલરેડી ચાર સંતાનો છે. અચાનક પરિવાર ડબલ થઈ ગયો હોવાથી તેમનું ઇકોનૉમિક્સનું ગણિત બગડી ગયું છે. 

australia canberra news offbeat news hatke news