કલાકારે ફેસમાસ્ક પર નેમારનું પોર્ટ્રેટ તૈયાર કર્યું

02 December, 2022 11:52 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ કલાકારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી, કૉનોર મૅકગ્રેગર, માઇકલ જૅક્સન અને અભિનેતા સિલિયન મર્ફી જેવી અનેક હસ્તીઓનાં પોર્ટ્રેટ તૈયાર કર્યાં છે. 

એડીઆર્ડો સોકોલાકા નામના કલાકારે ફેસમાસ્ક પર નેમારનું પોર્ટ્રેટ તૈયાર કર્યું

એડીઆર્ડો સોકોલાકા નામના કલાકારે પોતાની કલાથી નેટિઝન્સને સ્તબ્ધ કરી દીધા છે. આમ તો તે ઘણી વાર આ પ્રકારના વિડિયો પોસ્ટ કરતો હોય છે, જેમાં તેણે વિખ્યાત લોકોનાં પોર્ટ્રેટ મેડિકલ ફેસમાસ્ક કે પેપરને કાતરથી કાપીને તૈયાર કર્યાં હોય, પણ તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બ્રાઝિલના ફુટબોલર નેમારનું કટઆઉટ પોર્ટ્રેટ બનાવ્યું છે. 
આ વિડિયોમાં તેણે ફેસમાસ્કમાંથી કઈ રીતે કાતરથી કાપીને નેમારનું પોર્ટ્રેટ બનાવે છે એ દર્શાવ્યા બાદ નેમારના ચહેરા સાથે એ કેટલું મળતું આવે છે એ બતાવ્યું છે.

 

બે દિવસ પહેલાં પોસ્ટ કરાયેલા આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર બે લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે. સોસ્યલ મીડિયાના યુઝર્સ આ વિડિયો જોઈને આશ્ચર્ય પામ્યા છે. આ કલાકારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી, કૉનોર મૅકગ્રેગર, માઇકલ જૅક્સન અને અભિનેતા સિલિયન મર્ફી જેવી અનેક હસ્તીઓનાં પોર્ટ્રેટ તૈયાર કર્યાં છે. 

offbeat news viral videos neymar football international news