શખ્સે ચાલતી રીક્ષામાં બદલ્યું ટાયર, લોકોએ ચંદ્રયાન સાથે જોડીને કરી મજાક

13 September, 2019 05:45 PM IST  |  મુંબઈ

શખ્સે ચાલતી રીક્ષામાં બદલ્યું ટાયર, લોકોએ ચંદ્રયાન સાથે જોડીને કરી મજાક

શખ્સે ચાલતી રીક્ષામાં બદલ્યું ટાયર

સોશિયલ મીડિયા પર રોજ અનેક વીડિયો વાયરલ થાય છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અને આવા વીડિયોને ખૂબ ઝડપથી વાયરલ પણ થઈ જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ ચાલતી ગાડીમાં ટાયર બદલી રહ્યો છે. આ વીડિયો ક્યારનો છે અને ક્યાનો છે, તેની પુષ્ટિ નથી થઈ છે. પરંતુ ભારતીય યૂઝર્સ તેને ખૂબ જ શેર કરી રહ્યા છે.


વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે એક ઑટો ચાલકની ગાડીનું ટાયર ચલાવતા સમયે જ પંચર થઈ જાય છે. જે બાદ તે ગાડીને બે ટાયર પર ઉભી રાખી દે છે અને ટાયર બદલવા માંડે છે. આ ઘટનાને તેની પાછળ ગાડી ચલાવી રહેલા એક શખ્સે રેકોર્ડ કરી છે. ખાલી રસ્તા પર ગાડી ચલાવતા તે ટાયર કાઢે છે અને ત્યાં જ બીજો ઑટો ચાલક તેને ટાયર પકડાવે છે.

બીજું ટાયર લઈને તેને લગાવી દેવામાં આવે છે અને બાદમાં ગાડી ચાલી રહી છે. આ વીડિયોને ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર એક યૂઝરે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે અમે ચંદ્રયાનનું લેન્ડર પણ ઠીક કરી લેશું.

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

આ વીડિયોને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપના માધ્યમથી શેર કરવામાં આવી રહ્યો છે. તેને લાખો વ્યૂઝ મળી ચુક્યા છે. કમેન્ટ કરીને કેટલાક લોકો આ વીડિયોને વિદેશનો જણાવી રહ્યા છે.

offbeat news hatke news