01 January, 2026 12:10 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકન કન્ટેન્ટ ક્રીએટર ગૅબ
અમેરિકન કન્ટેન્ટ ક્રીએટર ગૅબ ભારત ફરવા આવ્યો હતો, પણ જ્યારે તેનો જવાનો સમય થયો ત્યારે તે એટલો ઇમોશનલ થઈ ગયો કે રડવા લાગ્યો એટલું જ નહીં, તેણે પોતાના વિડિયોમાં નરેન્દ્ર મોદીને વિનંતી પણ કરી કે મને આધાર કાર્ડ આપી દો. ગૅબનો આ વિડિયો ખૂબ વાઇરલ થયો છે. વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘હું ભારતને પ્રેમ કરું છું, મારી પાસે મારા આ ફેવરિટ દેશમાં રહેવા માટે છેલ્લા ૮ કલાક જ બચ્યા છે. નરેન્દ્ર મોદીજી, આ તમારા માટે છે, મારું નામ ગબરુજી છે, મને આધાર કાર્ડની જરૂર છે.’
આ વ્લૉગરે તેના વિડિયોમાં ભારતની ભરપૂર પ્રશંસા કરીને એવું કહ્યું હતું કે અહીં મને એટલું બધું ગમી ગયું છે કે હું પાછો જવા માગતો નથી. જોકે તેની આ વાત અને આધાર કાર્ડની માગણી રમૂજ તરીકે હતી, એને સોશ્યલ મીડિયા પર લોકોએ પણ વધાવી લીધી હતી.