પાળેલી ડૉગીને શોધી આપનારને માલિક આપશે ઘર અને જમીન

22 July, 2019 08:47 AM IST  |  અમેરિકા

પાળેલી ડૉગીને શોધી આપનારને માલિક આપશે ઘર અને જમીન

અમેરિકાના ટસ્કન શહેરના એડી કોલિન્સ નામના ભાઈ ચિહુઆહુઆ પ્રજાતિની પાળેલી ડૉગીને જીવથીયે વધુ વહાલ કરે છે. જેની નામની આ ડૉગી એપ્રિલ મહિનાથી ગૂમ થઈ ગયેલી છે. માલિક એડી એને શોધવા માટે આકાશપાતાળ એક કરી રહ્યા છે. એમ છતાં હજી સુધી પ્રિયડૉગીના કોઈ સગડ નથી મળ્યા. આખરે ડેસ્ટરેટ થયેલાં એડીભાઈએ તાજેતરમાં જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ તેની ખોવાયેલી ડૉગીને શોધી આપશે તેને પોતાનું એક બેડરૂમનું અપાર્ટમેન્ટ, વર્કશૉપ અને જમીનનો પ્લૉટ ઇનામમાં આપશે. એડીનું કહેવું છે કે જે કોઈની પાસે જેની હોય એ મને પાછી આપશે તો તેમને આ બધી જ ચીજો હું કોઈ સવાલ કર્યા વિના આપી દઈશ, મને માત્ર જેની જોઈએ છે. જાણે દીકરી ગૂમ થઈ હોય એવો કલ્પાંત કરતાં તેઓ કહે છે કે મને ખબર નથી કે તે ક્યાં અને કેવી રીતે રહેતી હશે? આખા શહેરમાં જેનીની તસવીરોવાળા પોસ્ટર્સ મૂકવામાં આવ્યા છે. એમાં લખ્યું છે, ‘શું તમે મને જોઈ છે? મારા પિતા મને શોધી રહ્યા છે. જો તમે મને ઘરે પહોંચવામાં મદદ કરશો તો મારા પિતા તમને ઘર અને પ્લૉટ આપશે. જો તમને ખબર હોય કે હું ક્યાં છું તો પ્લીઝ તેમને બતાવો જેથી તેઓ મને ઘરે લઈ જાય. એમ કરશો તો મારા પપ્પાનું બધું જ તમારું થશે.’

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

છેલ્લા ત્રણ વીકથી સોશ્યલ મીડિયા પર માય નેમ ઇઝ જેની નામનું કૅમ્પેન ચાલી રહ્યું છે અને એડીને આશા છે કે આ રીતે તેઓ જેનીને શોધવાનું સરળ બનશે.

offbeat news hatke news